SAVE_20240528_201414

ગુજરાતના 4 જિલ્લામાં ધૂળનું તોફાન ત્રાટકશે. !

આજની 10 મહત્વની ખબર

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ફાયર NOC મેળવી લેવા શાળાઓને આદેશ કરાયો

રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારના તમામ વિભાગો એલર્ટ બન્યા છે. ત્યારે શાળાઓમાં પણ ફાયર એનઓસી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યાર બાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર NOC મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના અધિકારીઓની ટીમ દોડાવી છે અને શાળાઓને ફાયર NOC મામલે તાકીદ કરવામાં આવી છે.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જયા શેટ્ટીની હત્યા કેસમાં આજીવન કેદની સજા

મુંબઈની સ્પેશિયલ કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને 2001માં મુંબઈના બિઝનેસમેન જયા શેટ્ટીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. 2001માં જયા શેટ્ટીને છોટા રાજનના ગુરૂઓએ મુંબઈના ગ્રાન્ટ રોડ પર ગોળી મારી હતી.જયા શેટ્ટી મધ્ય મુંબઈના ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. શેટ્ટીને છોટા રાજન ગેંગ તરફથી ખંડણીની ધમકીઓ મળી રહી હતી. 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે ગેંગના બે કથિત સભ્યોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી.

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખાઈમાં પડતાં 28 લોકોના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના વાશુક જિલ્લામાં આજે સવારે એક પેસેન્જર બસ ખાઈમાં પડતાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે. બચાવ અને લેવી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે.

પુત્રના લગ્ન પતાવી પરત ફરતા પિતા સહિત ત્રણ જાનૈયાઓના મોત

ખેડા જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કપડવંજ મોડાસા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા સહિત ત્રણ જાનૈયાઓના મોત થયા છે.ઈકો કારમાં સવાર 8 લોકોને ઈજા પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

ગુજરાતના 4 જિલ્લામાં ધૂળનું તોફાન ત્રાટકશે.

ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરાઇ છે.
આગામી 3 દિવસ ડસ્ટ સ્ટ્રોમની કરાઈ છે આગાહી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ધુળની આંધી આવશે. અને પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે

ચાર યુવકોએ બાળકોની સામે મહિલા પર ગેંગરેપ કર્યો

4 યુવકોએ ઘરમાં ઘૂસીને સૈનિકની પત્ની સાથે ગેંગરેપ કર્યો હોવાની એક  શરમજનક ઘટના ઝારખંડના રાંચી જિલ્લામાં બની છે.ચાર નરાધમોએ બાળકોની સામે જ મહિલા પર ગેંગરેપ કર્યો હતો .ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નો ધી ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા હતા. અને કેટલાક શકમંદોની અટકાયત કરી છે.

લ્યો .. હવે  ગર્લફ્રેન્ડ પણ ભાડે મળશે

લ્યો .. હવે રેન્ટ પર ગર્લફ્રેન્ડ પણ મળશે .દિલ્હીની યુવતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઓફર છે આ પોસ્ટ પર  લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ યુવતીએ 1500 રૂપિયા થી રૂ. 10000 સુધીની સ્કીમ ઓફર કરી છે. 
આ યુવતીએ એ પોતાનું રેટ કાર્ડ પણ બનાવ્યું છે.ચિલ કોફી ડેટ માટે તમારે 1500 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે ડિનર અને મૂવી માટે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે

જગન્નાથપુરીમાં ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થતા 15 લોકો દાઝી ગયા

જગન્નાથપુરીમાં ચંદન યાત્રા દરમિયાન  આગ લાગતા અફરાતફરી મચી હતી.બુધવારે રાત્રે ફટાકડા ફોડવા દરમિયાન સ્પાર્ક થતા ફટાકડાના ઢગલા પર તણખો પડતા બ્લાસ્ટ થયો હતો. અને 15 લોકો દાઝી ગયા હતા . ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં 4 લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.

દેશભરમાં 1 જૂન 2024થી ટ્રાફિકના નવા નિયમો લાગુ થશે !

સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) દ્વારા  1 જૂન 2024થી નવા નિયમો લાગુ થશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. નિયમો અનુસાર, જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી શકાય છે. ઉપરાંત, કોઈપણ સગીરને 25 વર્ષનો થાય ત્યાં સુધી લાઇસન્સ આપવામાં આવશે નહીં

રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું , દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયું

રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું છે. જેમાં દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયુ છે. તેમજ સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કાર્યવાહી કરશે.તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન સામે આવ્યું છે. તેમા જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.