આણંદ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત
આણંદ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા/તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત
આપત્તિ સમયે જરૂર જણાય તો કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ
આણંદ,
ડિઝાસ્ટર મામલતદાર, આણંદની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. આ વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની પરિસ્થિતિના સંજોગોમાં આણંદ જિલ્લાના નાગરિકો માટે જિલ્લા/તાલુકાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલરૂમ નંબર ૦૨૬૯૨-૨૪૩૨૨૨ અને ટોલ ફ્રી નંબર ૧૦૭૭ નો સંપર્ક કરી શકાશે, જ્યારે આણંદના ફાયર ઓફિસરનો ૦૨૬૯૨-૨૪૩૧૦૧ તથા ૭૫૭૪૮૩૧૭૧૧, વિદ્યાનગર ફાયર ઓફિસરનો ૦૨૬૯૨-૨૩૦૪૦૮ તથા ૭૦૪૬૪૭૧૧૧૧, કરમસદ ફાયર ઓફિસરનો ૦૨૬૯૨-૨૨૨૪૫૮ તથા ૮૨૩૮૦૪૪૪૫૧, બોરિયાવી ફાયર ઓફિસરનો ૯૯૦૪૬૬૬૨૪૪, ઉમરેઠ ફાયર ઓફિસરનો ૦૨૬૯૨-૨૭૬૬૧૧ તથા ૯૭૨૩૭૫૫૫૨૫, બોરસદ ફાયર ઓફિસરનો ૦૨૬૯૬-૨૨૦૧૦૧, ૯૪૨૮૮૫૬૩૮૩, ૭૯૯૦૪૮૮૦૮૧ તથા ૭૦૪૧૭૨૫૫૨૬, પેટલાદ ફાયર ઓફિસરનો ૦૨૬૯૭-૨૨૨૨૨૨, ૯૭૨૫૦૨૩૯૦૧ તથા ૯૭૨૬૨૭૨૩૧૭, સોજીત્રા ફાયર ઓફિસરનો ૦૨૬૯૭-૨૩૩૨૧૩, ૮૪૬૦૮૭૭૩૭૫ તથા ૭૩૫૯૧૭૪૧૧૪ અને ખંભાત ફાયર ઓફિસરનો ૦૨૬૯૮-૨૨૦૨૨૨ તથા ૯૮૨૫૭૯૩૦૮૮ પર સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત તાલુકા કંન્ટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર આણંદના ૦૨૬૯૨-૨૬૦૨૭૬, ઉમરેઠના ૦૨૬૯૨-૨૭૭૯૦૦, બોરસદના ૦૨૬૯૬-૨૨૦૦૪૮, આંકલાવના ૦૨૬૯૬-૨૮૨૩૨૨, પેટલાદના ૦૨૬૯૭-૨૨૪૩૭૩, સોજીત્રાના ૦૨૬૯૭-૨૩૩૩૦૦, ખંભાતના ૦૨૬૯૮-૨૨૧૩૪૩ અને તારાપુરના ૦૨૬૯૮-૨૫૫૦૧૫ પર સંપર્ક કરી શકાશે.
*****