આણંદ વિધાનસભા મત વિસ્તારમાં વિકાસના કાર્યો વેગવંતા બન્યાં
આણંદ વિધાનસભા મત વિસ્તારમાં વિકાસના કાર્યો વેગવંતા બન્યાં
ગામડી,વલાસણ,અંધારિયા ચોકડી અને નાવલી ઝાંખરિયા રોડની કાયાપલટ કરાશે
આણંદ વિધાનસભા હસ્તકના ચાર રસ્તાના જોબ નંબર ફાળવાયા.
ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પાંચ કરોડ ના ખર્ચે ચાર ડામર અને એપ્રોચ રોડ માટે ગ્રાન્ટ મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો
આણંદ
આણંદ વિધાનસભા મતવિસ્તાર.હસ્તકમાં આવતા આણંદ તાલુકાના ગામડી,વલાસણ,અંધારિયા ચોકડી અને નાવલી ઝાંખરિયા રોડ મંજૂર થતાં આ વિસ્તાર ના રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.ચાર ડામર અને એપ્રોચ રોડ અંદાજે 10 કિમી અંતર માટે ફાળવેલ 5 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ બદલ આણંદ વિધાનસભાના ધારાસભ્યનો મતદારો એ આભાર વ્યક્ત કર્યો છે.
આણંદ વિધાનસભા માટે વિકાસ માટે જરૂરી સહયોગ આપવા બદલ રાજ્ય સરકાર નો યોગેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો છે સાથે આગામી સમયમાં આણંદ વિધાન સભા મત વિસ્તાર માં વિકાસના વધુ કાર્યો ને વેગ આપવા જરૂરી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
આણંદ ના ગામડી એપ્રોચ રોડ 4 કી. મી,નાવલી ઝાંખરિયા ડામર રોડ 2.20 કી. મી,વલાસણ એપ્રોચ રોડ 1.50 કી.મી માટે અનુક્રમે 160,70 અને 90 લાખ મળીને કુલ 320 લાખ તેમજ અંધારિયા ચોકડી થી મોગરી ખાતે 3.30 કી.મી અંતર માટે 180 લાખ ગ્રાન્ટ મળી ને કુલ 500 લાખ ની ગ્રાન્ટ મંજૂર બાદ હાલ આ માર્ગો ને જોબ નંબર ફાળવાયા છે.જેનું આગામી ટૂંક સમયમાં કામ શરૂ કરવા માં આવશે તંત્ર દ્વારા વિકાસ રથ ને વેગ આપવા બદલરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો રાજ્ય સરકાર નો તેઓ એ આભાર વ્યક્ત કર્યો છે.