સોજિત્રાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના નાગરિકોને રૂ.૧૧૯૭૪.૨૬ લાખના વિકાસ કાર્યોની ભેટ આપશે
સોજિત્રાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈકાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતાં સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું લોકાર્પણ કરાશે
આણંદ ટુડે
મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા.૩૦ નવેમ્બરને શનિવારના રોજ આણંદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૧૯૭૪.૨૬ લાખના વિવિધ ૫૨ (બાવન) જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે રૂ.૮૯૯૭.૯૮ લાખની રકમના ૩૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૨૯૭૬.૨૮ લાખના ૧૩ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે થનાર ખાતમુહૂર્તના ૩૯ જેટલા કામોની વિગતો જોતા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના રૂ.૬૧૪૬.૭૬ લાખના ૮ જેટલા કામો, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના રૂ.૪૮૭.૬૦ લાખના ૪ કામો, સિંચાઈ વિભાગ(રાજ્ય)ના રૂ.૨૧૩.૮૭ લાખના ૪ કામો, આણંદ નગરપાલિકાના રૂ. ૧૭૪૫.૬૩ લાખના ૧૪ કામો, સોજિત્રા નગરપાલિકાના રૂ.૪૦૪.૧૨ લાખની રકમના ૯ કાર્યોનો સમાવેશ થાય છે.
૧૩ જેટલા કાર્યોનું લોકાર્પણના વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના રૂ.૬૫૦ લાખનું એક, આણંદ નગરપાલિકાના રૂપિયા ૪૦૪.૨૮ લાખની રકમના ૭, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂપિયા ૨૧૭ લાખના બે, આરોગ્ય વિભાગના રૂ. ૨૨૦ લાખના ૨ તથા શિક્ષણ વિભાગના રૂ.૧૪૮૫ લાખના ૧ વિકાસ કામનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લાના તાલુકા મુજબ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણની વિગતોમાં આણંદ તાલુકામાં રૂપિયા ૨૨૫૨.૬૩ લાખના ૧૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૭૦૪.૨૮ લાખના રકમના ૯ કાર્યોનું લોકાર્પણ મળી કુલ રૂપિયા ૨૯૫૬.૯૧ લાખના કુલ ૨૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત , ઉમરેઠ તાલુકામાં રૂપિયા ૩૯૮૭ લાખની રકમના ૧ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત,ખંભાત તાલુકામાં રૂપિયા ૧૦૫.૦૪ લાખની રકમના ૧ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત,તારાપુર તાલુકામાં રૂપિયા ૬૧૮.૯૫ લાખની રકમના ૧ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૧૭ લાખના રકમના ૧ કામનુ લોકાર્પણ કરીને કુલ રૂપિયા ૬૩૫.૯૫ લાખના કુલ ૨ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પેટલાદ તાલુકામાં રૂપિયા ૫૯.૧૬ લાખની રકમના ૧ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૧૨૦ લાખના રકમના ૧ કાર્યોનું લોકાર્પણ કુલ રૂપિયા ૧૭૯.૧૬ લાખના કુલ ૨ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. બોરસદ તાલુકામાં રૂપિયા ૭૬૭.૮૯ લાખના ૧ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત,સોજીત્રા તાલુકામાં રૂપિયા ૧૧૦૫.૫૯ લાખની રકમના ૧૭ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૨૧૩૫ લાખની રકમના ૨ કાર્યોનું લોકાર્પણ કરીને કુલ રૂપિયા ૩૨૪૦.૫૯ લાખના કુલ ૧૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત બોરસદ અને આણંદમાં રૂ.૧૦૧.૭૨ લાખના ૧ વિકાસ કાર્યનું આ પ્રસંગે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈકાકાને શિક્ષણ ક્ષેત્રના પ્રદાનને આગળ ધપાવતાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે સોજીત્રામાં શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોલેજના નિર્માણથી સોજીત્રા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના દીકરા-દીકરીઓના ભવિષ્યને એક નવી દિશા મળશે.જેનું મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરનાર છે.