IMG-20230326-WA0008

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન.

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન,પાંચ એકરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થશે.

આ ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે - નિત્યસ્વરૂપ સ્વામી .

પૂ નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું

વડતાલ
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો.પાંચ એકરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થશે.

આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના  આશીર્વાદ તથા વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ તથા વડિલ સંતોના આશીર્વાદ  સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય વધતા વિશાળ મંદિરની માંગ ઊભી થઈ . છ મહિના પૂર્વે આચાર્ય મહારાજ એવં ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદનનો સંકલ્પ કર્યો . સહુ ધર્મપ્રેમી સજ્જનોના સહકાર સાથે પ એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી હતી..

આ જમીનમા “ભૂમિ પૂજન” નિમિત્તે તા ૨૩ થી ૨૭ ૦૩-૨૩  સુધી ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં પાંચ દિવસ ઘરસભા તથા શ્રીમદ્ સત્સંગિજીવનની કથા , સરધાર નિવાસી પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે રાખવામાં આવેલ. 
તા ૨૬ -૩ ૨૩ના રોજ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ સાથે મંત્રોના નાદ સાથે પૂ નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂમિદાતા યજમાનો પણ જોડાયા હતા . આશીર્વાદ સાથે સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું પૂ નિત્યસ્વરૂપ સ્વામીએ આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે , એવા આશીર્વાદ  સાથે દાતાઓ , મહેમાનો અને કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભારતભૂમિના ગૌરવની વાત કરી હતી . ભારત એ ભગવાનની ભૂમિ છે. 
. આ પ્રસંગે તેજસભાઈ પ્રમુખશ્રી , દિપક રાઘવાણી - સેક્રેટેરિ , સી કે પટેલ . ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ , નિલય પટેલ , રજનીકાંત પટેલ , રાજેશ ડોબરીયા , બીપીનભાઈ , મહેશભાઈ  વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.