IMG-20230821-WA0042

એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ ‘ઉન્મેષ’માં ડો. સુધા ચૌહાણે કાવ્યપાઠ કર્યો.

એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવઉન્મેષ’માં ડો. સુધા ચૌહાણે કાવ્યપાઠ કર્યો.  

આ ઉત્સવમાં ભારતના ૨૦ રાજ્યો ઉપરાંત ૧૩ દેશોની કુલ ૧૩૦થી વધુ ભાષાઓના ૬૦૦ જેટલા સાહિત્યકારોને નિમંત્રિત કરવામાં આવ્યા હતાં.

આણંદ ટુડે I ભોપાલ,
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત કાર્યરત સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી દ્વારા ભોપાલના રવીન્દ્ર ભવન ખાતે 3 થી 6 ઓગસ્ટ દરમિયાન ‘ઉન્મેષ’ નામથી એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ યોજાયો. આ ઉત્સવમાં ભારતના ૨૦ રાજ્યો ઉપરાંત ૧૩ દેશોની કુલ ૧૩૦થી વધુ ભાષાઓના ૬૦૦ જેટલા સાહિત્યકારોને નિમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ સાહિત્ય ઉત્સવનું ઉદ્ઘાટન ભારતનાં માન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા સાહિત્યકારો રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર, વર્ષા અડલજા, ભાગ્યેશ ઝહા ઉપરાંત બે યુવા સાહિત્યકારોને રામ મોરી અને સુધા ચૌહાણને પોતાની રચનાઓ રજૂ કરવા નિમંત્રણ મળ્યું હતું. એ અનુષંગે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડો. સુધા ચૌહાણે ‘આદિવાસી કવિ સંમેલન’ રાઠવી બોલીમાં પોતાનાં કાવ્યોનું પઠન કર્યું હતું. આવા મહત્વના ઉત્સવમાં સરદાર પટેલ યુનિવર્સિટીની અધ્યાપિકાની પસંદગી ગૌરવભરી ઘટના છે.