આણંદમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણકાર્ય સાવ ગોકળગતિએ ચાલતું હોવાથી હાઇકોર્ટમાં કરાશે રજૂઆત
આણંદમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણકાર્ય સાવ ગોકળગતિએ ચાલતું હોવાથી હાઇકોર્ટમાં કરાશે રજૂઆત
લોકહિત રક્ષક સમિતિ આણંદના અધ્યક્ષ અને કાઉન્સિલર મહેશભાઈ વસાવા સહિતના સભ્યો હાઇકોર્ટમાં કરશે રજૂઆત
આણંદ ટુડે | આણંદ
આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલના નિર્માણની કામગીરી સાવ ગોકળગતિએ ચાલતી હોવાથી લોકહિત રક્ષક સમિતિ આણંદના અધ્યક્ષ અને કાઉન્સિલર મહેશભાઈ વસાવા સહિતના સભ્યો દ્વારા આ મામલે હાઇકોર્ટમાં રજૂઆત કરનાર હોવાના અહેવાલ સાપડ્યા છે .
સમગ્ર વિશ્વમાં મિલ્ક સિટીના ભુલામણા નામથી જાણીતા આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલના નિર્માણનો મુદ્દો છેલ્લા ઘણાં વર્ષોથી ટોક ઓફ ધ ટાઉન બનેલ છે ત્યારે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે સરકારના કાન આમળતા થોડા જ સમય અગાઉ આણંદ શહેરની વિદ્યા ડેરી નજીક વેટરનરી પાસે સિવિલ હોસ્પિટલ માટે જગ્યા નક્કી કરીને સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા રૂા.૧૮૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળી અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. પરંતુ સિવિલ હોસ્પિટલની કામગીરી એકદમ ગોકળગતીએ ચાલતી હોવાથી લોકહિત રક્ષક સમિતિ આણંદના અધ્યક્ષ મહેશભાઈ વસાવા તથા લોકહિત રક્ષક સમિતિના સભ્યો ઇકબાલ મલેક, ઇલ્યાસ આઝાદ,તોસીફ હાફેજી તથા કિરણકુમાર સોલંકી દ્વારા હાઇકોર્ટમાં આગામી તારીખ 11-10-2024 ના રોજ આ કેસની મુદ્દત હોઈ આ મુદ્દતમાં સિવિલ હોસ્પિટલના મંથર ગતિએ ચાલતા કામની રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયું છે.