આણંદ જિલ્લામાં મેઘ તાંડવ, ખંભાત અને બોરસદ તાલુકાના ૧૧ જેટલા રોડ બંધ કરાયા
આણંદ જિલ્લામાં મેઘ તાંડવ, ખંભાત અને બોરસદ તાલુકાના ૧૧ જેટલા રોડ બંધ કરાયા
તસવીર -પ્રકાશ જોશી
આણંદ,
આણંદ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાથી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખંભાત ગોલાણા રોડ, ભાદરણ વાલવોડ ગાંજણા રોડ, ભાદરણ સીસવા રોડ, ખંભાત ખાતેનો નગરા- મોતીપુરા -રંગપુરા રોડ, બોરસદ -અલારસા -કોસીન્દ્રા -કિંખલોડ રોડ ભારે વરસાદને કારણે હાલ બંધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પામોલ ખડોલ રોડ ઉપર કાંસ છલકાવવાથી વધુ પડતું પાણી રોડ ઉપર આવવાથી અને હાલ વરસાદ ચાલુ હોય હાલ પૂરતો આ રોડ બંધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પંચાયત હસ્તકના પાંચ રોડ બંધ કરવામાં આવ્યા છે જેમાં ખંભાત તાલુકાના કસારી કાળી તલાવડી સાયમાં હરિયાણા રોડ, કંસારી ઈન્દીરા નગરી રોડ, સોખડા વડુચી માતા રોડ, જ્યારે બોરસદ તાલુકાના કઠોલ રાસ રોડ અને નાપા તળપદ ખિજીયા વાળી વિસ્તારના રોડ હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે, તેમ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા જણાવાયું છે.
***