1000800521

સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી દાંડી જવા નીકળેલ ૪૦ એનસીસી કેડેટ્સનું આણંદ ખાતે આગમન

સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી દાંડી જવા નીકળેલ ૪૦ એનસીસી કેડેટ્સનું આણંદ ખાતે આગમન 

તા. ૧૩ ડિસેમ્બર ના રોજ સાંજના ૫-૦૦ કલાકે બી.વી.એમ. કોલેજ ઓડીટોરીયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે 

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઉપસ્થિત રહેશે 

આણંદ,
 ભુજ, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા અને વી.વી.નગરના કુલ ૪૦ કેડેટ્સ (૨૦ છોકરા અને ૨૦ છોકરીઓ), એક અધિકારી અને ૧૪ સ્ટાફ સભ્યો સાથે મૂળ દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરીને ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ કરી અસલાલી, નવાગામ, માતર,નડીઆદ થઇને આજે તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ આણંદ વિદ્યાનગર ખાતે આવી પહોચેલ છે, 

તેમના સન્માનમાં તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સાંજના ૫:૦૦ કલાકે બી.વી.એમ. કોલેજ ઓડીટોરીયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, સી.વી.એમ. યુનિવર્સિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે, ત્યારબાદ પદયાત્રા તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ આગળ  વધશે, અને તા. ૨૩.    ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દાંડી મીઠાના સ્મારકે પહોચશે, તેમ એનસીસી વલ્લભ વિદ્યાનગરની યાદીમાં જણાવાયું છે. 
***



Loading...