1000893038

આણંદ મહા નગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક

આણંદ મહા નગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક

આણંદ જિલ્લા વિકાસ અધિકારી બન્યાં આણંદના મ્યુ. કમિશ્નર

આણંદ મહાનગરપાલિકામાં ત્રણ શહેર અને ચાર ગામનો કરાશે સમાવેશ

આણંદ

આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક કરાઈ છે.આણંદ નગરપાલિકાને આજથી મહા નગરપાલિકાનો દરરજો મળ્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.આણંદ નડિયાદ સહિત નવ નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે .આ સાથે જ રાજ્યની આ તમામ નવ મહાનગરપાલિકામાં મ્યુ. કમિશનરની પણ નિમણૂંક કરાઈ છે .આણંદમાં મ્યુનિસિ કમિશનર તરીકે મિલિન્દ બાપની નિમણૂક કરાઈ છે . જેઓ હાલ આણંદ જિલ્લા વિકાસ અધિકારી છે
મિલિન્દ બાપનાએ ગત તા.૦૭/૦૨/૨૦૨૨ના રોજથી  આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પૂર્વે તેઓએ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ બજાવી હતી 
મિલિન્દ બાપના મૂળ રાજસ્થાનનાં ઉદયપુરના વતની છે .તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ બેંગ્લોર ખાતેથી બિઝનેશ લો માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી વર્ષ-૨૦૧૭માં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા.

આણંદ મહા નગરપાલિકામાં ત્રણ શહેર અને ચાર ગામનો કરાશે સમાવેશ

આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.

લોકોની સુવિધાઓમાં અનેક ગણો વધારો થશે

આણંદ નગરપાલિકાને આજથી મહાનગરપાલિકા નો દરજ્જો મળતા હવે આણંદના લોકોને પ્રાથમિક સુવિધામાં અનેક ગણો વધારો મળશે જેમ કે રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.