IMG-20230603-WA0013

આણંદનો અમૂલ ડેરી રોડ જયશ્રી રામના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો

આણંદનો અમૂલ ડેરી રોડ જયશ્રી રામના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો

જય શ્રીરામના ગગનભેદી નારા સાથે આણંદમાં હિન્દુ સંગઠનોની ઐતિહાસિક રેલી યોજાઈ.

લવ જેહાદીઓને કઠોરમાં કઠોર સજા કરો, લાઉડસ્પીકર ઉપર વાગતી અજાન બંધ કરો અને આણંદના સલાટીયા વિસ્તારમાં અંશાત ધારો લાગુ કરોની માંગ સાથે અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તમામ હિન્દુ સંગઠનોએ ભવ્ય રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

આગામી સમયમાં ગામે ગામ હિન્દુ જાગૃતિ અભિયાનની યોજવાની કરાઇ ઘોષણા .

આણંદ
લવ જેહાદીઓને કઠોરમાં કઠોર સજા કરો, લાઉડસ્પીકર ઉપર વાગતી અજાન બંધ કરો અને આણંદના સલાટીયા વિસ્તારમાં અંશાત ધારો લાગુ કરોની માંગ સાથે આજે આણંદ શહેરમાં અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તમામ હિન્દુ સંગઠનોએ એકતા દાખવી ભવ્ય રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું હતું.
આણંદ અમૂલ ડેરી પાસે આજે તા. ૩ જૂનના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ આણંદ જીલ્લાના  તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના સલાટીયા વિસ્તારમાં અંશાત ધારો લાગુ કરો, લવજેહાદીઓને કઠોરમાં કઠોર સજા કરો, લાઉડસ્પીકર ઉપર વાગતી અજાન બંધ કરોની માંગ સાથે હજારો હિન્દુ યુવાનો પદયાત્રાના માધ્યમથી સડક ઉપર ઉતરી આવ્યા હતા.
અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના આગેવાનો સંસ્થાપક પિંકલ ભાટિયા, દિપકસિંહ ગોહિલ, પ્રકાશ રાજપૂત, આકાશ રાવ, રાજેન્દ્ર ચાવડા, હર્ષ બોડકે, વિવેક પટેલ, જગદિશ પરમાર, કકુભા, પ્રવિણસિંહ રાજપૂત, નવિનભઈ ઠાકોર, દિલિપ ઠાકોર, અમિતભાઈ શર્મા, ટીકુભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ પાલકર, હિમાંસુભાઈ મકવાણા, સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
ઉપરોક્ત આગેવાનો સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, ક્ષત્રિય સેના ગૌરક્ષા દળ, રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન, મહાકાલ સેના, ભાથી સેના, ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એકતા મંચ, હિન્દુ જાગરણ મંચ, હિન્દુ સુરક્ષા સેના, આણંદ બ્રહ્મ સમાજ, હિન્દુ એકતા મંચ,એકતા એજ લક્ષ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ ભારતીય સંત સમિતિ- હિન્દુ, ધર્મ સેના હિન્દુ મહા સભા, હિન્દુ, યુવા સંગઠન આ તમામ હિન્દુ સંગઠન ના કાર્યકર્તાઓ ઉત્સાહ પૂર્વક જયશ્રીરામના નારા સાથે પદયાત્રામાં જોડાઈ ગયા હતા. તમામ સંગઠનોએ એક જુટતા થી તમામ માંગો સ્વીકારવા પ્રશાસનને આહવાન કર્યુ હતુ.

અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના સંસ્થાપક પિંકલ ભાટિયાએ પોતાની સમિતિ સાથે તમામ સંગઠનોને આભાર વ્યક્ત કર્યો હતો તથા નજીકના ભવિષ્યમાં હિન્દુ સમાજની તમામ માંગો સ્વીકારાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આગામી સમયમાં ગામે ગામ હિન્દુ જાગૃતિ અભિયાનની ઘોષણા કરી હતી.