1000305960

આણંદના નગર સેવક ડૉ.પલક વર્મા (દીદી)ની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ( A.I.C.C ) સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક

આણંદના નગર સેવક ડૉ.પલક વર્મા (દીદી)ની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ( A.I.C.C ) સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક

મહિલા કાઉન્સિલર ડૉ. પલક વર્માના સન્માનમાં આણંદ ખાતે જીલ્લા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા " એક શામ રાહુલજી કી મહોબ્બત કી દુકાન કે નામ " સન્માન સમારોહ યોજાયો.

ડૉ.પલક વર્મા 21 વર્ષના રાજનૈતિક કાર્યકાળમાં કોંગ્રેસ સંગઠનના વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર જવાબદારીપૂર્વક કાર્યશીલ રહ્યા છે

આણંદ ટુડે | આણંદ
આણંદ નગરપાલિકાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર  ડૉ.પલક વર્મા (દીદી)ની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ( A.I.C.C ) સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કરાતા આણંદ જીલ્લા કોંગ્રેસ પક્ષ પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.
પ્રજાલક્ષી કામો માટે સદાય અગ્રેસર રહેતા મહિલા કાઉન્સિલર ડૉ. પલક વર્માજીના સન્માનમાં રવિવાર ની ઢળતી સંધ્યાએ આણંદ ખાતે જીલ્લા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા " એક શામ રાહુલજી કી મહોબ્બત કી દુકાન કે નામ " સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શ્રી માનનીય મલ્લિકાર્જુન ખડકેજીની અધ્યક્ષતા હેઠળ ટીમ રાહુલ ગાંધીમાં ગુજરાત ખાતેથી આણંદ નગરપાલિકાના બીજી વાર ચૂંટાયેલા લોકલાડીલા કોર્પોરેટર ડોક્ટર પલક વર્મા (દીદી) ની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ( A.I.C.C ) સંયુક્ત સચિવ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. અને તેઓને આંધ્રપ્રદેશ રાજ્યન અને અંદમાન નિકોબાર આઇલેન્ડ ની સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
 ડોક્ટર પલક વર્મા 21 વર્ષના રાજનૈતિક કાર્યકાળમાં કોંગ્રેસ સંગઠનના વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર જવાબદારી પૂર્વક કાર્યશીલ રહ્યા છે.
સૌપ્રથમ એન.એસ.યુ.આઈ મા મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ રાજ્ય અને દિલ્હી માં મહત્વ ના પદો પર કાર્યશીલ હતા. ભારતીય યુવા કોંગ્રેસમાં સેક્રેટરી અને જનરલ સેક્રેટરી તરીકે રાજસ્થાન અને છત્તીસગઢ ખાતે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ ઉપરાંત પાર્ટી  ના આદેશ પ્રમાણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હરિયાણા, ચંદીગઢ ,પંજાબ, કેરેલા, કર્ણાટકા, તેલંગાના અને હિમાચલ પ્રદેશ માં પોતાની વિશિષ્ટ સેવા આપી ચૂક્યા છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી માં ડો. પલક વર્માજી ની નિમણુક થતાં આણંદ જીલ્લા કોંગ્રેસ પક્ષ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ સાથે સૌ કોંગ્રેસ પક્ષના નેતાશ્રીઓ , પક્ષના સંનિષ્ઠ કાર્યકરો , કોંગ્રેસ પક્ષ માંથી ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા સામાજિક આગેવાનોએ ગર્વ ની લાગણી અનુભવે છે આ સાથે ડૉ. પલક વર્માજી ના સન્માનમાં આણંદ જીલ્લા કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા " એક શામ રાહુલજી કી મહોબ્બત કી દુકાન કે નામ " સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ સંદર્ભે ગઈકાલ ના રોજ આણંદ જીલ્લા કોંગ્રેસ પક્ષ ના સૌ નેતાશ્રીઓ ,હોદ્દેદારશ્રીઓ , કોંગ્રેસ પક્ષના શનિષ્ઠ કાર્યકરો , કોંગ્રેસ પક્ષ માં ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા  સામાજિક  આગેવાનો દ્વારા ડૉ . પલક વર્માજી ને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જે મહત્વનું સ્થાન મળ્યું છે તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું . કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે અને કોંગ્રેસ પક્ષ ને વધુ મજબૂત બનાવી લોકસેવા કરતા રહે તેવી  શુભેચ્છાઓ પાઠવવામાં  આવી હતી .આ સાથે સૌ આણંદ જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓએ , કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પક્ષ ના શીર્ષ નેતૃત્વનો પણ સન્માન પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો .