આણંદની ઉભરતી સ્કેટિંગ સ્ટાર કુ. દુર્વા મકવાણાને આણંદના સાંસદે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત ભેટ આપી.
આણંદની ઉભરતી સ્કેટિંગ સ્ટાર કુ. દુર્વા મકવાણાને આણંદના સાંસદે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત ભેટ આપી.
નવ વર્ષની કુ.દુર્વા મકવાણાએ સ્કેટીંગમાં ઉતકૃષ્ટ પ્રદર્શન થકી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ.
આણંદના સાંસદે કુ.દુર્વા મકવાણાની સિધ્ધિને વધાવી રાજ્ય અને દેશ કક્ષાની સ્પર્ધામાં આણંદનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી.
આણંદ ટુડે I આણંદ,
ડીસ્ટ્રીક્ટ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ કુ.દુર્વા વિજયકુમાર મકવાણાએ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આણંદ ફક્ત નવ વર્ષની વિદ્યાર્થીની કુ.દુર્વા વિજયકુમાર મકવાણાએ સ્કેટીંગમાં પોતાના ઉતકૃષ્ટ પ્રદર્શન થકી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.બાળકીની આ સિધ્ધિ આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે પણ વધાવી અને તેણી આ ક્ષેત્રમાં વધુ મહેનત કરી મોટી સફળતા મેળવે તે માટે પ્રોત્સાહિત પણ કરી હતી.
આણંદની વી.એન્ડ સી. પટેલ અંગ્રેજી શાળાની ધોરણ-4 માં અભ્યાસ કરતી કુ.દુર્વા વિજયકુમાર મકવાણા સ્કેટીંગમાં નાનપણથી જ રૂચિ ધરાવતી હતી.તેણીની હાલ સુધીમાં કેએમકે ડીસ્ટ્રીક્ટ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપ, ડીપીએસ સ્પોર્ટસ કાર્નિવલ ચેમ્પ્ટનશિપ તેમજ એસજીએફઆઈ ડીસ્ટ્રીક્ટ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.આ તબક્કે કુ.દુર્વા વિજયકુમાર મકવાણાએ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આણંદ જિલ્લાના ક્ષમતાવાન વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ,યુવાઓ, મહેનતુ મહિલાઓ અને સાહસિક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને કાયમ પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપતા સાંસદ મિતેષભાઈ પટેલે કુ.દુર્વા વિજયકુમાર મકવાણાને તેણીની આ સફળતા માટે અભિનંદન પાઠવી પ્રોત્સાહન ભેટ પણ આપી હતી તેમજ તેણી વધુ મહેનત કરી રાજ્ય અને દેશ કક્ષાની સ્પર્ધામાં આણંદનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી તેણીને સિધ્ધિને વધાવી હતી.આ તબક્કે સાંસદ મિતેષભાઈ પટેલે કુ. દુર્વાના માતા પિતા અને કોચ કમલેશ સુર્વે ને પણ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વનું છે કે વિદ્યાનગરની વી.સી. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી કુ. દુર્વા મકવાણાએ માત્ર દસ વર્ષની ઉંમરે એસજીએફઆઈ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં બહુવિધ કેટેગરીમાં ટોચના સન્માનો મેળવીને સ્કેટિંગની રમત પ્રત્યેની તેની અસાધારણ પ્રતિભા અને અતૂટ સમર્પણનું સાહસિક પ્રદર્શન કર્યું છે. સ્કેટિંગની દુનિયામાં કુ.દુર્ગાની સફર 5 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી અને તેણીની સિદ્ધિઓની યાદી
પ્રભાવશાળી રીતે સતત વધતી જાય છે. નિર્ભેળ નિશ્ચય અને કૌશલ્યના પ્રદર્શનમાં, 500 મીટર સ્કેટિંગ રેસ અને 1000 મીટર રોડ સ્કેટિંગ શો રેસ, બે કેટેગરીમાં પ્રથમ ઇનામ મેળવ્યું. વધુમાં, તેણીએ 1000- મીટરની સ્પર્ધામાં પણ બીજું ઇનામ મેળવ્યું હતું.
આ પ્રસંગે કુ.દુર્વાના સ્કેટીંગ કોચ કમલેશ સુર્વેએ જણાવ્યું હતું કે ભવિષ્યની વિવિધ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપ માટે કુ. દુર્વાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.તેણીની ખુબજ મહેનત કરી રહી છે. કુ. દુર્વાએ કેએમકે સ્ટેટ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપ તેમજ રાજસ્થાનનાં ઉદેપુર ખાતે યોજાયેલ સ્ટેટ સ્કેટીંગ ચેમ્પ્ટનશિપમાં ભાગ લઈ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યુ છે.અને ભવિષ્યમાં તેણી જરૂરથી રાજ્યક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ પણ આણંદ જિલ્લાનું નામ રોશન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુ. દુર્વા વિજય મકવાણાની આ સિધ્ધિઓ પાછળ તેણીના માતા અને પિતાની મહેનત પણ વધાવવાને લાયક છે. કુ. દુર્વાની આ સિધ્ધિઓ બદલ શાળા પરિવાર અને આણંદ જિલ્લો ખુબજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે