આણંદની લજ્જા શુટીંગ એકેડમીના વિદ્યાર્થીઓ શુટીંગ ચેમ્પિયનશીપમાં ઝળક્યાં
આણંદની લજ્જા શુટીંગ એકેડમીના વિદ્યાર્થીઓ શુટીંગ ચેમ્પિયનશીપમાં ઝળક્યાં
- 10 ગોલ્ડ મેડલ સહિત 15 મેડલ પ્રાપ્ત કર્યાં
- બે વિદ્યાર્થી નેશનલ કોમ્પિટીશન માટે ક્વોલીફાઇડ થયાં
- કવન શુકલે અલગ અલગ સ્પર્ધામાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યાં
આણંદ
આણંદ શહેરના 8 જેટલા વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની શુટીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ગોલ્ડ સહિતના 15 મેડલ પ્રાપ્ત કર્યાં છે.
ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપ અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ ચેમ્પિયનશીપમાં લજ્જા શુટીંગ એકેડમીના વિદ્યાર્તીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ગોલ્ડ સહિત 15 મેડલ મેળવ્યાં છે. જેમાં 10 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 સિલ્વર અને 3 બ્રોન્ચ મેડલનો સમાવેશ થાય છે.
આ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ કવન શુકલાએ મેળવ્યાં હતાં. જેમાં જુનિયર મેન, યુથ મેન અને સબ યુથ મેન (આઈએસએસએફ) હરિફાઇનો સમાવેશ થાય છે. તેવી જ રીતે પ્રિસા પરમારે 50 મિટર રાયફલમાં બે ગોલ્ડ, માનસી દુબેએ 50 મિટરમાં ગોલ્ડ અને એક બ્રોન્ચ, આદ્ય અગ્રવાલે 50 મિટરના ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યાં છે.
આ ઉપરાંત હેતુ વાઘેલાને બ્રોન્ઝ, જનયલ અને કતયાણી પ્રિ નેશનલ કોમ્પિટીશનમાં ભાગ લેવા ક્વોલીફાય થયાં છે. દિપેન સુથાર 50 મિટરમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે.