IMG-20230601-WA0019

રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ ચેમ્પિયન, બનાસકાંઠાને ૪ર રને હરાવ્યું

આણંદ જિલ્લા પંચાયત આણંદનું ગૌરવ

રાજ્ય કક્ષાની ૩૧ મી સ્વ. બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટ ખાતે યોજાઈ
 
રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ ચેમ્પિયન, બનાસકાંઠાને ૪ર રને હરાવ્યું

બનાસકાંઠા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમને માંત્ર ૬૫ રનમાં ઓલઆઉટ

બનાસકાંઠા ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીગ પસંદ કરી હતી.

બનાસકાંઠા ટીમની ધારદાર બોલીગ સામે આણંદ ટીમ માત્ર ૧૦૭ રન જ બનાવી શકી.

બનાસકાંઠાની ટીમ ને ૧૫ ઓવરમાં  માત્ર ૬૫ રનમાં આણંદ ટીમએ ઓલ આઉટ કરી દેતા આણંદ ટીમ ૪૨ રને વિજેતા બની હતી.  

આણંદ ટીમનાં કેપટન દિપક મિસ્ત્રીએ ૩૭ બોલ માં ૩૯ રન બનાવ્યા

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ૧૫ વિકેટ ઝડપી બોલીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કરુનેશ સલાટને બેસ્ટ બોલર તરીકે તથા મેન ઓફ ધ સીરીઝ તરીકે નિલેશ પટેલની પસંદગી

આણંદ જીલ્લા પંચાયતનાં  પ્રમુખ શ્રીમતિ હંસાબેન પરમારે વિજેતા ટીમને એક લાખ રૂપિયાનાં ઇનામ આપવાની કરી ઘોષણા 

આણંદ
ગુજરાત રાજ્ય સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન ક્લબ, ગાંધીનગર અને જિલ્લા પંચાયત રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની ૩૧ મી સ્વ. બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે થયેલ હતું. આ ટુર્નામેન્ટમાં  કુલ ૩૨ જિલ્લા પંચાયત ની ટીમોએ ભાગ લીધો હતો. આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ વિરુદ્ધ બનાસકાંઠા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમો ની ફાઈનલ માં ટક્કર થયેલ જેમાં  આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ એ જવલંત વિજય મેળવ્યો હતો. આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમએ લીગ સ્ટેજમાં બોટાદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ અને રાજકોટ  જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમને હરાવી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરેલ હતો. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભાવનગર જિલ્લા પંચાયત ક્રીકેટ ટીમને હરાવી  સેમીફાઇનલ મેચમા પ્રવેશ કર્યો હતો જ્યાં મહેસાણા જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ સામે મહેસાણા ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિગ પસંદ કરતા ૧૯.૪ ઓવર માં ૮૮ રન બનાવ્યા હતા જેને આણંદ જિલ્લા પંચાયત ક્રીકેટ ટીમે ૧૬.૩ ઓવર માં ચાર વિકેટ ગુમાવી ૯૦ રન બનાવી વિજેતા બની હતી. 
ફાઈનલ મેચમાં પ્રથમ સ્થાને રહેનાર આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ સામે બીજા સ્થાને રહેનાર બનાસકાંઠા ટીમનો આમનો સામનો થયો હતો. બનાસકાંઠા ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીગ પસંદ કર્યું હતું. બનાસકાંઠા ટીમની ધારદાર બોલીગ સામે આણંદ ટીમ માત્ર ૧૦૭ રન જ બનાવી શક્યું હતું. આણંદ ટીમનાં કેપટન દિપક મિસ્ત્રી એ ૩૭ બોલ માં ૩૯ રન બનાવી ટીમને આ સ્કોર બનાવવા સિહ ફાળો આપ્યો હતો જ્યારે આખરી ઓવરો માં ટીમ નાં વાઈસ કેપ્ટન વિપુલ તડવી ઈજાગ્રસ્ત હોવા છતાં ૯ બોલ માં 1 છક્કો મારી ૧૩ રન બનાવી ટીમને સમ્માન જનક સ્કોરે પહોચાડી હતી. લો સ્કોરીગ મેચમાં આસાન જણાતા ટાર્ગેટ સામે બનાસકાઠા  ક્રિકેટ ટીમ ઉતરી હતી. જે મેચમાં બનાસકાંઠાની ટીમ ને ૧૫ ઓવરમાં  માત્ર ૬૫ રનમાં આણંદ ટીમએ ઓલ આઉટ કરી દેતા આણંદ ટીમ ૪૨ રને વિજેતા બની હતી.  આમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જિલ્લા પંચાયત આણંદની ટીમએ તમામ સ્તરે ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરી ૩૧ મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રીકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩ માં વિજય પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ૧૫ વિકેટ ઝડપી બોલીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કરુનેશ સલાટને બેસ્ટ બોલર તરીકે તથા મેન ઓફ ધ સીરીઝ તરીકે નિલેશ પટેલની પસંદગી કરવામાં આવેલ હતી.  
ખુબ જ ટુંકાગાળામાં ટીમએ આ સિધ્ધિ હાંસલ કરી તેમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લા પંચાયત આણંદનુ સ્વપ્ન સાકાર થયુ હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા પંચાયત આણંદ સ્પોર્ટસ અને રીક્રીએશન ક્લબ તેમજ ક્રીકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી તથા ઉત્તરો ઉત્તર રમત ગમત ક્ષેત્રે જિલ્લા પંચાયતનાં કર્મચારી/અધિકારીશ્રીઓ ભાગ લે અને સફળતા મેળવે તે માટે આણંદ જિલ્લા પંચાયત  સ્પોર્ટસ અને રીક્રીએશન ક્લબનાં તમામ હોદ્દેદારોને જણાવ્યું. આણંદ જીલ્લા પંચાયતનાં  પ્રમુખ શ્રીમતિ હંસાબેન પરમારએ વિજેતા ટીમને એક લાખ રૂપિયાનાં ઇનામ આપવાની ઘોષણા કરતા ખેલાડીઓમાં હર્ષો ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી.

આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટસ એન્ડ રીક્રીએન ક્લબ અને  આણંદ જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ 


એમ.એમ. સૈયદ (મેનેજર) 

ડી.યુ.પરમાર (સહ મેનેજર) 

અશ્વિન જી. રાવલ (કોચ)

દિપકકુમાર રામસ્વરૂપ મિસ્ત્રી (કેપ્ટન)

વિપુલ  કે. તડવી ( વા.  કેપ્ટન)

રાજેન પુંજાભાઇ પટેલ 

ઇમ્ત્યાઝ  ઇસ્માઇલ ભારજા 

આશિષ  શાહ 

ભાથી વીરૂ ચૌહાણ 
૧૦
કરૂનેશકુમાર એન. સલાટ
૧૧
રાજેદ્રસિંહ આર. પઢીયાર
૧૨
પટેલ મહેન્દ  આર. 
૧૩
ચિરાગસિંહ એસ. દેવડા 
૧૪
નીલેશભાઈ બી. પટેલ
૧૫
રણજીતસિંહ એમ. પરમાર
૧૬
સાંબડ હિતેશ 
૧૭
આકાશ ડી. પરદેશી
૧૮
હિરેન પટેલ 
૧૯
ભાવેશ મકવાણા 
૨૦
મહેન્દ્ર જી. રાઠોડ
૨૧
દિનેશકુમાર  એમ. ગોહેલ 
૨૨
નિતીનકુમાર એ.પટેલ 
૨૩
પિયુષકુમાર એ.મકવાણા 
૨૪
કલ્પેશ આર.ચૌહાણ 
૨૫
વિજયભાઇ ઠાકોર