આણંદ RTO અધિકારી N.V પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી જાગૃત કરાયા
આણંદ RTO અધિકારી N.V પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી જાગૃત કરાયા
જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને આરટીઓ કચેરી આણંદ દ્વારા ડી.એન.હાઇસ્કુલ આણંદ ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિક વેરનેસ બાબતે જાગૃત કરવા સેમિનાર યોજાયો
આણંદ ટુડે | આણંદ,
સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાએ જતા, ટ્યુશન ક્લાસમાં જતા અને શહેરી વિસ્તારમાં ફરતા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિક ના નિયમો સમજે તથા વિદ્યાર્થીઓ પાર્કિંગ ક્યાં કરવું, વાહન કેટલી સ્પીડે ચલાવવું , ખોટી રીતે ઓવોર ટેક ન કરવું, વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું, જેવા આરટીઓના વાહન ચલાવવાના નિયમો, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્કિંગ કરવું અને વાહન સલામતીના નિયમો ની જાણકારી માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને આરટીઓ કચેરી આણંદ દ્વારા ડી.એન.હાઇસ્કુલ આણંદ ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમોથી વાકેફ કરવા માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. આ સેમીનારમાં આરટીઓ અધિકારી શ્રી એન.વી.પરમારએ વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમોની જાણકારી આપી નિયમબધ્ધ રીતે વાહન ચલાવવા સમજ આપી હતી, આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
***