1000910372

સામાજિક જવાબદારી નિભાવતા અનોખા NRI લગ્ન આણંદ ખાતે યોજાયા.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની 

સામાજિક જવાબદારી નિભાવતા અનોખા NRI લગ્ન આણંદ ખાતે યોજાયા.

 આણંદ
હાલમાં NRI ની લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે ત્યારે વિદેશ માં રહી ને પણ  દેશના યુવાધન ની ચિંતા  કરે છે એવા  રાજેન્દ્રકુમાર દવે ની લાડકી  દીકરી ભૂમિ કે જે વિદેશમાં અભ્યાસ દરમ્યાન કેનેડા સેટ થઇ ને USA માં વસવાટ કરતા સુનીલ ભાઈ શાહ ના દીકરા શિવાંગ સાથે વિવાહ પાર્ટી પ્લૉટ ના સુશોભિત મંડપમાં "શિવ કી ભૂમિ" સાથે ચાર ફેરા ફરવા આવી પહોંચેલ. પરંતુ બંન્ને યુવાધનને દેશમાં વસતા દેશ બાંધવોની ચિંતા સતત સતાવી રહેતી હતી. અવાર નવાર  ન્યૂઝ પેપર માં સાઈબર ક્રાઇમ તેમજ છાશવારે અકસ્માત ના તેમજ દિકરીઓ ની શારીરિક સતામણીના સમાચાર વાંચવામાં આવતાં સમાજમાં તે માટેની અવર્નેસ માટેનો સંદેશો પોતાના લગ્ન માં પધારનાર સૌ ને એક પોઝીટીવ મેસેજ પાઠવવા ના  ઉમદા હેતુસર આ અંગેનું બેનર મંડપ પરિસરમાં લોક નજરે પડે તે રીતે પ્રવેશદ્વાર માં ગોઠવી ને  સમજણ સાથેનો સંદેશ મુકવામાં આવ્યો. એટલું જ નહિ  બેનર સાથે વરરાજા શિવાંગ કુમાર જાતે ઉભા રહી આમંત્રિતો ને આવકારતા દૃશ્યમાન થઈ રહ્યા છે. તેમની કંકોત્રીમાં પણ ઉપયોગી સામાજિક સંદેશ અને સાયબર ફ્રોડ ન થાય તે માટેના ઉપાયો  પ્રસિદ્ધ કર્યા હતા.
 ત્યારે ખરેખર કહેવાય કે *ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની*