IMG_20230709_192315

આણંદ ખાતે આણંદ પ્રેસ એસોસિએશનની સ્થાપના કરાઇ

આણંદ ખાતે આણંદ પ્રેસ એસોસિએશનની સ્થાપના કરાઇ

પ્રમુખપદે જગદીશભાઈ નટુભાઈ ભોઈ ઉફે જગદીશ જીટોડીયા,ઉપપ્રમુખ પદે જ્યોતિકાબેન હર્ષદભાઈ પટેલ ,મહામંત્રી અમિતકુમાર એન શર્મા,મંત્રી જયંતીભાઈ પટેલ,અને ખજાનચી પદે ધવલભાઇ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી કરવામાં આવી

આણંદ
દેશના ચોથા આધાર સ્થંભ અર્થાત ચોથી જાગીર સમા પત્રકાર જગત સામે પણ દિન પ્રતિદિન અનેક પડકારો ઉભા થતા જોવા મળે છે.અને આવા સમયે સમાચારના વિવિધ માધ્યમોમાં કામ કરતા પત્રકારો એ સંગઠીત થવું અતિ આવશ્યક બની જતું હોય છે.આ ઉપરાંત પ્રવર્તમાન કાળઝાળ મોંઘવારી ના સમય માં દરેક પત્રકાર મિત્રોને સમાચાર માટે દરેક સ્થળે પહોંચવું એ પણ આર્થિક રીતે મોટો પડકાર બની જતો હોય છે.દુઃખની બાબત તો એ છે કે મોટાભાગના પત્રકારોનું પગાર ધોરણ પણ ખૂબ નીચું છે. આ ઉપરાંત કેટલીક સરકારી કચેરીઓમાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારી તેમજ પ્રજાના ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ દ્વારા પત્રકારોની સરેઆમ અવગણના કરવામાં આવતી હોય છે.એટલું જ નહિ લાગતા વળગતા પત્રકારોને પ્રેસ કોન્ફરન્સ હોય ત્યારે આમંત્રણ આપવામાં આવતું હોય છે.અને કેટલાક પત્રકારોનો બહિષ્કાર કરાતો હોય છે. ત્યારે આ તમામ બાબતો ને ધ્યાને લઇ, આણંદ શહેર અને તાલુકાના પ્રિન્ટ મીડિયા (સાપ્તાહિક અખબાર)ના માલિક-તંત્રી અને  પત્રકારોએ ભેગા મળી, પત્રકાર સંઘ (આણંદ પ્રેસ એસોસિએશન)ની રચના કરી છે.
આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલ અંશ એન્કલેવ સ્થિત સહજાનંદ સુપર સ્ટોરની બાજુમાં આવેલ હંગરી હિપો ખાતે તારીખ 9 જુલાઈ 2023 ને રવિવારના રોજ સાંજના ચાર કલાકે આણંદ શહેર અને તાલુકાના સાપ્તાહિક અખબાર સાથે સંકળાયેલા અખબારના માલિક તંત્રી અને પત્રકારોની એક મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં પત્રકાર સંઘ આણંદ પ્રેસ એસોસિએશનની રચના કરવામાં આવી હતી.
જેમાં આણંદ પ્રેસ એસોસિએશનના પ્રમુખ પદે જગદીશભાઈ નટુભાઈ ભોઈ ઉફે જગદીશ જીટોડીયા (આણંદ ટુડે સાપ્તાહિક માલિક-તંત્રી),ઉપપ્રમુખ પદે જ્યોતિકાબેન હર્ષદભાઈ પટેલ (ચરોતર સોગંદ માલિક-તંત્રી),મહામંત્રી અમિતકુમાર એન શર્મા (દિવ્ય સંસ્કાર માલિક-તંત્રી),મંત્રી જયંતીભાઈ પટેલ (ગુજરાતનો ધબકાર ),અને ખજાનચી ધવલભાઇ ઉપાધ્યાય (આણંદ ટુડે)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવિનકુમાર પ્રજાપતિ (ચરોતર ઉદય, કલ્પેશભાઈ પટેલ (નમસ્કાર ગુજરાત), હર્ષદભાઈ પટેલ (ચરોતર સોગંદ ) સાજીદ ભાઈ હલદરવા , (પ્રાર્થના સંદેશ) મનીષ પટેલ (પ્રાર્થના સંદેશ), શૈલેષભાઈ ગોસ્વામી (ચરોતરનો રખેવાળ),ગિરીશભાઈ ચૌહાણ (ચરોતર નો રખેવાળ) શકીલભાઈ મલેક (વિકાસ ન્યુઝ) સહિત અન્ય પત્રકાર સાથી મિત્રો  ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે દલસુખભાઈ પ્રજાપતિ (ચરોતર બંધુ) મુકેશભાઈ બ્રહ્મભટ્ટ (ચરોતર ભૂમિ) બુરહાન પઠાણ (હિન્દુસ્તાન ભૂમિ) રાજેશભાઈ વાળંદ (પ્રગતિપથ) અને કમલભાઈ પેન્ટર (મનોનીત) એ આ એસોસિએશનને આગળ વધારવા સાથ અને સહકાર આપવાની સાથે સાથે હર હંમેશ આ તમામ પત્રકારોની સાથે રહેવાની હૃદયપૂર્વક આશા વ્યક્ત કરી હતી.