આણંદ મહાનગરપાલિકાને મળી નવી ઓળખ
આણંદ મહાનગરપાલિકાને મળી નવી ઓળખ
આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો
લોગોની મધ્યમાં દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ સરદાર વલ્લભભાઈ પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે
આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોગો આણંદની આગવી ઓળખ, યોગદાન, વારસો અને વિકાસને રજૂ કરે છે
એમએસ ડીઝાઈન સ્ટુડિયો રાજકોટના ડીઝાઈનર શ્રી મનોજ સોંડાગરે ડીઝાઈન કર્યો લોગો
આણંદ
આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા શહેરને નવી ઓળખ આપવા માટે મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ લોગો ડિઝાઇનની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ૫૦૦ ઉપરાંત આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જે પૈકી એમએસ ડીઝાઈન સ્ટુડિયો રાજકોટના ડીઝાઈનર શ્રી મનોજ સોંડાગર દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા લોગોને પસંદ કરવામાં આવ્યો છે.
આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપનાએ જણાવ્યું હતું કે,આણંદ મહાનગરપાલિકાના નવા લોગોથી આણંદ શહેરને નવી ઓળખ મળશે. આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોગો આણંદની આગવી ઓળખ, યોગદાન, વારસો અને વિકાસને રજૂ કરે છે.
લોગોનો ગોળ આકાર એકતા અને સંપૂર્ણતાનું પ્રતિક છે, જ્યારે સૂર્યકિરણ જેવા આઉટર ડિઝાઇન પ્રગતિ, ઉજાસ અને શ્રેષ્ઠ ભવિષ્ય તરફના આણંદના એક મહાન પ્રયાણને દર્શાવે છે.
લોગોમાં દર્શાવેલ નીલો રંગ (Blue Background): વિશ્વાસ, સ્થિરતા અને શાસનનું પ્રતિક છે.સફેદ તત્વો (White Elements)શ્વેત ક્રાંતિ, પારદર્શકતા, પવિત્રતા અને સાદગી દર્શાવે છે.
લોગોના મુખ્ય તત્વો
(૧) સરદાર વલ્લભભાઈ પટેલની આકૃતિ (Silhouette)
લોગોની મધ્યમાં દેશની એકતા,અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.
(૨) દૂધનું ટીપું ( Milk Drop )
લોગોના ટોપ ઉપર લોગોના તાજ રૂપી શોભતું ટીપું દૂધ માટે વિશેષ છે.જે આણંદની શ્વેત ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે જેને આણંદ શહેરને "મિલ્ક કેપિટલ ઓફ ઈન્ડિયા" તરીકે ઓળખ આપી છે.
(૩) બુકની આકૃતિ
લોગોમાં રહેલો બુકનો આકાર આણંદના શિક્ષણક્ષેત્ર અને જ્ઞાનપ્રાપ્તિની સંસ્કૃતિનું પ્રતિક છે, જે શહેરના શૈક્ષણિક યોગદાનને ઉજાગર કરે છે.
(૪) બંને બાજુથી ઢળતી પાંદડીની ડીઝાઈન
સરદાર સાહેબને બંને બાજુથી નમીને નમસ્કાર કરતી ફૂલ અને પાનની ડિઝાઈન કૃષિ યુનિવર્સિટી અને આણંદમાં પ્રગતિશીલ કૃષિ ક્ષેત્રની ખાસિયત રજૂ કરે છે. આ. મ્યુ. કો લખાણની બંને બાજુની પાંદડાની ડિઝાઈન ચરોતરની સમૃદ્ધ કૃષિને દર્શાવે છે.
(૫) શહેરી ઈમારતો*(Urban Infrastructure)
આધુનિક ઈમારતો આણંદ શહેરના વિકાસ, ગ્રીન અને સ્માર્ટ સિટીની પ્રગતિશીલ સ્થિતિને દર્શાવે છે.
(૬) ગુજરાતી લખાણ* (આ.મ્યુ.કો.)
ગુજરાતીમાં "આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન" માટેનું સંક્ષિપ્ત નામ છે,જે પ્રદેશની ઓળખને મજબૂત બનાવે છે.