IMG_20230827_095150

આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે વર્ષ પહેલા પાર્લામેન્ટમાં કરેલી રજુઆતનો પડઘો પડ્યો

આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે વર્ષ પહેલા પાર્લામેન્ટમાં કરેલી રજુઆતનો પડઘો પડ્યો

જી-20ના આમંત્રણમાં ‘પ્રેસીડન્ટ ઓફ ભારત’ લખતાં પત્રિકા વાયરલ

આણંદ–ખેડા સહિત રાજ્યભરમાંથી સાંસદને અભિનંદનની વર્ષા થઇ

આણંદ ટુડે I આણંદ,
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બીજી ટર્મમાં ભારતની ગુલામીકાળની નિશાનીઓ અને તેવા વિસ્તારોના નામો પણ બદલી રહી છે.પરંતુ ભારતને ' ઈન્ડિયા ' નહિ પરંતુ ' ભારત ' નામથી જ વિશ્વમાં ઓળખ થાય તેવી ભાવના હિન્દુસ્તાનના જન જન માં પ્રવર્તી રહી હતી. જન જનની આ રાષ્ટ્ર ભાવનાનો અવાજ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે લોકસભા સમક્ષ મૂક્યો હતો.આજે જી20 ના આંતરરાષ્ટ્રિય સંમેલનની આમંત્રણ પત્રિકામાં 'president of Bharat' લખાયું ત્યારે સમગ્ર દેશના યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવના ઊભી થઈ છે.સમગ્ર રાષ્ટ્રમાં જાણે આઝાદીની ક્ષણ હોય તેવી આત્મગૌરવ અનુભવાઈ રહ્યું છે.આ ક્ષણે ચરોતરવાસીઓની ખુશી તો આસમાને પહોંચી છે.

દેશના આઝાદી કાળથી લઈ હાલ અમૃતકાળ સુધી દેશની ગૌરવગાથા ચરોતરની સિંહ ફાળો રહ્યો છે.દેશને પ્રગતિ અને સ્વાભિમાનના પ્રહરી બની ચરોતરમાં વીર સપૂતોએ દેશને નવી દિશા આપી છે.તે વીર વિઠ્ઠલભાઈ પટેલ ,સરદાર વલ્લભભાઈ પટેલ ,ભાઈકાકા પટેલ ,પૂર્વ નાણાં મંત્રી એચ .એમ .પટેલ હોય કે દેશના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરનાર અને અમૂલ અને ગુજકામાસોલના સ્થાપક ત્રિભોવનદાસ પટેલ હોય તમામ વિભૂતિઓ દેશ અને દેશવાસીઓના કલ્યાણની ભાવના સાથે પોતાનું યોગદાન આપ્યું છે.જોકે આ ગુણવાન ચરિત્રો માં હવે એક વધુ નામ ઉમેરાયું છે અને તે છે આણંદના લોકલાડીલા સાંસદ મિતેષભાઈ પટેલનું તેઓ વિધાર્થી કાળથી ભાજપ સાથે સંકળાયેલ છે, સક્રિય કાર્યકર અને હોદ્દેદાર થઈ હાલ 2019થી આણંદના સાંસદ છે.તેઓએ પોતાના આ કાર્યકાળમાં સંસદભવનમાં 47થી વધુ રજૂઆતો કરી છે.અને જેના સકારાત્મક પરિણામ જનતાને મળ્યા છે.

મહત્વનું છે કે હાલ તેઓએ લોકસભામાં 2022 માં કરેલ રજૂઆત ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તેઓએ માતૃભૂમિ ગુલામી કાળના હુલામણા નામ થી મુક્ત કરી મૂળ નામ ભારત કે ભારતવર્ષ તરીકે ઓળખાવવા અને તે મૂળ નામ જ દેશની તમામ વહીવટી અને શાસકીય કચેરીઓમાં અપનાવવા દ્રઢ રજૂઆત કરી હતી.આ અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જી-20ની આમંત્રણ પત્રિકામાં પ્રેસીડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મેં પાર્લામેન્ટમાં 19મી ડિસેમ્બર,2022ના રોજ શૂન્યકાળ દરમિયાન અંગ્રેજોના ગુલામીના પ્રતિક ઇન્ડીયા શબ્દ કાઢી નાંખવા બાબતેનો  મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યભરમાંથી રાષ્ટ્રવાદી નાગરિકોની મારી સમક્ષ માંગણી આવી હતી કે, ભારત અથવા ભારતવર્ષ  કરવું જોઈએ. જે જનતાની લાગણી ને પાર્લામેન્ટમાં રજૂ હતી. જોકે હાલ વિપક્ષે પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A રાખ્યું છે.વળી G-20ની આમંત્રણ પત્રિકામાં પ્રેસીડન્ટ ઓફ ભારત લખવામાં આવતાં વિપક્ષો ખોટા આક્ષેપ કર્યો છે કે, એનડીએ સરકાર ગભરાઇ ગઈ છે. પરંતુ તેઓએ જાણવું અને સમજવું જોઈએ કે આ મુદ્દો ડિસેમ્બર-2022માં લોકસભાના શૂન્યકાળમાં ઉઠાવ્યો હતો. ‘ઇન્ડીયા’ શબ્દ એ ગુલામીનું પ્રતિક છે. જે અંગ્રેજો દેશ આઝાદ થયા પછી મુક્તા ગયાં છે. ભારતીયો ભારત માતા કી જય બોલે છે. ભારત માતાને પ્રણામ કરે છે, નમન કરે છે. આથી, મારી અને સમગ્ર દેશવાસીઓની લાગણી હતી જે પાર્લામેન્ટમાં મેં ઉઠાવી હતી. ખરેખર આજે ગૌરવ થાય છે, G-20ની આમંત્રણ પત્રિકામાં પ્રેસીડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. હું વિપક્ષોને પણ કહીશ કે કોંગ્રેસ અંગ્રેજો મુકતા ગયા હતાં, તે રીતે દેશ ચલાવતાં હતાં. જ્યારે ભાજપની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વ્યાપક પરિવર્તન લાવ્યાં છે.દેશને આત્મગૌરવ અને રાષ્ટ્રીય સ્વાભિમાનની લાગણી અનુભાઈ રહી છે.