IMG_20240304_192310

આણંદ જનરલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ લાખની કિંમતનું લેપ્રોસ્કોપિક મશીન ફાળવાયું

આણંદ જનરલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ લાખની કિંમતનું લેપ્રોસ્કોપિક મશીન ફાળવાયું

લેપ્રોસ્કોપિક મશીન દ્વારા ઓપરેશન થવાથી દર્દીને ફાયદો થશે : ડો. અમર પંડ્યા

આણંદ,
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે લોકોને સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે  આધુનિક સુવિધા સજજ સાધનનો ફાળવવામાં આવે છે, જેના માધ્યમથી દર્દીઓને સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે છે. જે અંતર્ગત આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ લાખની કિંમતનું લેપ્રોસ્કોપિક મશીન ફાળવવામાં આવ્યું છે. 

આ મશીન દ્વારા ઓપરેશન કરવાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે તેમ જણાવતા હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ કહયું હતું કે, આ મશીન દ્વારા ઓપરેશન કરવાથી ચીરો મૂકવાની જરૂર રહેતી નથી. માત્ર એક સેન્ટિમીટર જેટલો કાપ કરીને ઓપરેશન થઈ જાય છે. ઓપરેશન જો ખુલ્લુ રહે તો, ચેપ લાગવાની શક્યતા રહે જ્યારે માત્ર એક સેન્ટિમીટરનો ચીરો કરવાથી ચેપ પણ લાગે નહીં. અને ઇન્ફેક્શન થવાની શક્યતા પણ ઘણી ઓછી થાય. દર્દીને વહેલી તકે રજા પણ મળી જાય અને ટાંકા લીધા ના હોય એટલે રૂઝ પણ જલ્દી આવી જાય છે. 

આમ, લેપ્રોસ્કોપિક મશીન દ્વારા ઓપરેશન થવાથી હવે દર્દીઓને ખૂબ જ ઓછી તકલીફ પડશે અને વહેલી રજા પણ મળી જશે તેમ ડો. પંડ્યા એ વધુમાં ઉમેર્યું હતું.
**