IMG_20230620_180122

આણંદ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક રથયાત્રા ઉત્સવ ઉજવાયો

આણંદ બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક રથયાત્રા ઉત્સવ ઉજવાયો

આપણા જીવન રથના સારથિ જો ભગવાન અને સંત બને તો જીવન કૃતાર્થ થાય: પૂજ્ય ભગવતચરણ સ્વામી 

રથયાત્રા ઉત્સવમાં સુવર્ણ રસિત સાવરણીથી આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ અને હરિભક્તોએ પહિંદવિધિ સંપન્ન કરી હતી.

Ansndu
 આણંદના બી. એ. પી .એસ. સ્વામીનારાયણ મંદિરમાં આજે પરંપરાગત રથયાત્રા ઉત્સવ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતોજેમાં સંતો અને યુવકોએ તૈયાર કરેલ કલાત્મક રથમાં શ્રી અક્ષરપુરૂષોત્તમ મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની મુર્તિઑને બિરાજીત કરવામાં આવી હતી. સવારે 7.30 કલાકે શણગાર આરતી બાદ આ ઉત્સવની ઉજવણીમાં આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ, આણંદ નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ રૂપલબેન પટેલ સહિત અનેક મહાનુભાવો, મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાની પરંપરાગત વિધિ અનુસાર પહિંદવિધિને પણ અનુસરવામાં આવી હતી જેમાં સુવર્ણ રસિત સાવરણીથી આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ અને હરિભક્તોએ પહિંદવિધિ સંપન્ન કરી હતી. ત્યારબાદ કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી અને સંતોએ રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આમ રથમાં બિરાજીત ભગવાન અને સંતે મંદિર ફરતે ભ્રમણ કરીને ઉપસ્થિત સૌને દર્શનદાન આપ્યા હતા. આ પ્રસંગે કોઠારી પૂજ્ય ભગવદ્ચરણ સ્વામીએ ઉત્સવ મર્મ સમજાવ્યો હતો. જેમાં જણાવ્યુ હતું કે “આપણા જીવન રથના સારથિ જો ભગવાન અને સંત બને તો જીવન કૃતાર્થ થાય”. આ પ્રસંગે જીલ્લા કલેક્ટરશ્રીએ પ્રાસંગિક વક્તવ્યમાં ભાવોર્મિ વહાવી હતી. અંતમાં આ ઉત્સવ અંતર્ગત સંતો અને મહાનુભાવોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. સૌ માટે પરંપરા મુજબ જાંબુ - મગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.