SAVE_20240528_201414

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય

આજની 10 મહત્વની ખબર

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાત ની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૧-૪-૨૦૨૪થી શરૂ કરેલ હતી જ્યારે અંતિમ તારીખ .૨૮-૫-૨૦૨૪ હતી. પરંતુ હજુ પણ ઘણાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી. વિદ્યાર્થીઓના હિતમાંઆવેલ રજૂઆતને ધ્યાનમાં લઇ પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨ જૂન, ૨૦૨૪ સમય રાત્રે ૧૧.૫૯ સુધી લંબાવવામાં આવેલ છે. 

6 મહિનામાં દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે -વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ બુધવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. પીએમએ કહ્યું કે 4 જૂન પછી આગામી 6 મહિનામાં દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવાની છે. કુટુંબ આધારિત પક્ષો આપોઆપ વિઘટિત થઈ જશે

મેઘાલયમાં ભારે વરસાદને કારણે બે ના મોત, 500 થી વધુ ઘાયલ

ચક્રવાત ‘Remal’ બાદ મેઘાલયમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા 
એક વ્યક્તિનું પૂર્વ જયંતિયા હિલ્સમાં જ્યારેબીજાનું પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં કાર અકસ્માતમાં મોત થયું હતું. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદને કારણે 17 ગામો પ્રભાવિત થયા ભારે વરસાદના કારણે ઘણા ઘરોને નુકસાન થયું 

ઉત્તર-પૂર્વમાં રેમલ ચક્રવાતનો કહેર 33 ના મોત

રેમલ ચક્રવાત દેશના  ઉત્તર-પૂર્વમાં તબાહી મચાવી તોફાનના કારણે પૂર્વેાત્તરમાં લગભગ ૩૩ લોકોના મોત થયા  મિઝોરમમાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા,લગભગ ૧૦ લોકો લાપતા 
મેલ્થમમાં પથ્થરની ખાણ ધસી પડતા ૧૪ના મોત આસામમાં રેમલ વાવાઝોડાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા મિઝોરમ સરકારે મૃતકના પરિવારજનોને ૪ વળતરની કરી જાહેરાત 

સુત્રાપાડામાં કસ્ટોડિયલ ડેથને લઈને કોળી સમાજમાં રોષ

ગીર સોમનાથના સુત્રાપાડામાં કસ્ટોડિયલ ડેથને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળ્યો .કોળી સમાજના લોકો સુત્રાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા .ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યાપોલીસના મારથી મોત થયુ હોવાનો લોકોના આક્ષેપ લોકોના આરોપો સામે પોલીસ દ્વારા ખુલાસો કરાયો યુવક પોતાનું માથું દિવસ સાથે ભટકાવાથી ઇજાગ્રસ્ત બાદમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું, પોલીસે
આક્ષેપ ફગાવ્યો

મધ્યપ્રદેશમાં સામૂહિક  હત્યાકાંડ,આઠના મોતથી હાહાકાર

મધ્યપ્રદેશના છિંદવાડામાં કમકમાટી ભર્યો હત્યાકાંડ બોદલકછાટ ગામમાં આદિવાસી શખ્સે પરિવારના ૮ સભ્યોની કરી હત્યા મૃતકોમાં પત્ની માતા પિતા બાળકો અને ભાઈ સહિત આઠ લોકોનો સમાવેશ શખ્સે કુહાડીના ઘા ફટકારી પરિવારના સભ્યોની નિર્મમ હત્યા કરી આ બનાવમાં એક બાળક જીવ બચાવીને ભાગ્યો બાદમાં શખ્સે ખુદે ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું હત્યાકાંડ સર્જી આપધાત કરનાર  માનસિક રીતે બીમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી,પુત્રને જન્મ આપતાં ભાંડો ફૂટ્યો

ડેસર તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવ્યા બાદ યુવાને તરછોડી દીધી હતી. સગીરાએ પુત્રને જન્મ આપતાં જ ભાંડો ફૂટતા નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના પગલે પોલીસે યુવાનને ઝડપી પાડયો હતો.

ડેપ્યુટી ડી .ડી .ઓની ચેમ્બરોમાંથી .સી. હટાવવા આદેશ

ગુજરાતમાં જિલ્લા પંચાયતોમાં નિયમો વિરુદ્ધ ઓફિસોમાં એસી ધરાવતા તમામ ડેપ્યુટી ડીડીઓની ચેમ્બરોમાંથી એ.સી. હટાવવા વિકાસ કમિશનરે હુકમ કર્યો છે જિલ્લા પંચાયતોમાં ડી.ડી.ઓ સિવાય કોઈપણ અધિકારીની ચેમ્બરમાં એ.સી. નહીં રાખવા તાકિદ કરવામા આવી છે.

ભાજપ ઉમેદવારના કાફલાની કારે 3 બાળકોને કચડી નાખ્યાં, બે ના મોત

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પુત્ર અને ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાની કાર સાથે મોટો અકસ્માત થયો છે. ફોર્ચ્યુનર કારે 3 બાળકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે.આ અકસ્માત યુપીના ગોંડામાં કર્નલગંજ હુજુરપુર રોડ પર બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે થયો હતો.

કાર કેનાલમાં ખાબકી,એક પરિવારના સભ્યોએ ગુમાવ્યા જીવ

મહારાષ્ટ્રના સાંગલીમાં અલ્ટો કાર પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. સાંગલી જિલ્લાના તાસગાંવ માનેરાપુરીમાં એક અલ્ટો કાર આકસ્મિક રીતે વહેતી નહેરમાં પડી હતી. આ અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલા છ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. હાલ અકસ્માતના સ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે અને અલ્ટો કારને કેનાલમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.