સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું
સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે
આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું
આણંદ,
સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે આણંદ તાલુકાના આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતા માર્ગના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર લોકસુખાકારીના કામો કરવા માટે કટિબધ્ધ છે. મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતો માર્ગ બનવાથી આંકલાવડી અને વહેરાખાડીના લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે આ તકે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં આણંદ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સંજયભાઇ પટેલ, આંકલાવડીના સરપંચશ્રી માલતીબેન ટાંટોડ, વહેરાખાડીના સરપંચશ્રી માધવભાઇ પરમાર સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં આંકલાવડી અને વહેરાખાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*****