3b62a1fb-2dfe-462f-9e24-dbcb037d50041666349053074_1666349550

અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ.... ૧લી જાન્યુઆરી ૨૦૨૩થી દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો

અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ....

અમૂલ ડેરી, આણંદ દ્વારા  ૧લી જાન્યુઆરી ૨૦૨૩ સવારથી દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો

દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૭૮૦ થી વધારી ૮૦૦ આપવામાં આવશે

આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે

આણંદ 
અમૂલ ડેરી આણંદ  દ્વારા તારીખ ૦૧.૦૧.૨૦૨૩ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૭૮૦ થી વધારી ૮૦૦ આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે, આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલ ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થયેલ છે

જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે, જે મુજબ ભેંસ દૂધના ૧.૨૪ થી ૧.૪૪ રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં ૦.૮૫ થી ૦.૯૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયેલ છે. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન અમૂલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં ૧૩% જેટલો અટલે કે પ્રતિકિલો ફેટે રૂપિયા ૯૦ નો વધારો કરવામાં આવેલ છે. તેમ શ્રી રામસિંહ પરમાર, ચેરમેન, અમૂલ ડેરી, આણંદ દ્વારા જણાવ્યું છે