IMG_20230905_103419

અમૂલ- હેન્ગઝાઉ એશિયન ગેમ્સ 2022માં ભારતીય ટીમના ઓફિશ્યલ સ્પોન્સર

અમૂલ- હેન્ગઝાઉ એશિયન ગેમ્સ 2022માં ભારતીય ટીમના ઓફિશ્યલ સ્પોન્સર

દૂધ એ દુનિયાનું ઓરીજીનલ એનર્જી ડ્રીંક છે.-જયેન મહેતા

અમૂલ રૂ.72 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી અને 36 લાખ ખેડૂતોની માલિકી ધરાવતી ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ છે.

આણંદ ટુડે I આણંદ,
અમૂલને ચીનના હેન્ગઝાઉ ખાતે તા.23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2023 સુધી યોજાઈ રહેલ XIX (19) માં  એશિયન ગેમ્સ 2022માં ભારતીય ટીમ ના ઓફિશ્યલ સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

રમતોત્સવ સાથે સંકળાયેલી આ મહત્વની જાહેરાત કરતાં અમૂલના ઈન-ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે “અમૂલ એશિયન ગેમ્સ 2022 અને ઈન્ડિયન ઓલિમ્પીક એસોસિએશન સાથે સહયોગની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. દૂધ એ દુનિયાનું ઓરીજીનલ એનર્જી ડ્રીંક છે અને દરેક ખેલાડી પોષણ માટે તેનો ઘી, માખણ, ચીઝ અથવા પનીર નો ઉપયોગ કરે છે. વર્ષ 2012માં લંડન ઓલિમ્પીક્સથી અમૂલ ઈન્ડિયન ઓલિમ્પીક એસોસિએશનના માધ્યમથી ઓલિમ્પીકસ, કોમવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે જોડાયું છે. અમે દાયકા જૂના સંબધોને આગળ વધારીને આનંદ અનુભવીએ છે. 

આ સહયોગના ભાગ તરીકે અમૂલ તેના સંદેશાવ્યવહારોમાં ઈન્ટીગ્રેટેડ લોગોનો ઉપયોગ કરીને આપણાં ખેલાડીઓની ખેલ ભાવનાને બિરદાવશે.

અમૂલ રૂ.72 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી અને 36 લાખ ખેડૂતોની માલિકી ધરાવતી ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ છે.
XIX એશિયન ગેમ્સ 2022માં 40 રમતના 482 ઈવેન્ટસ યોજાશે. એશિયન ગેમ્સ આ ઉપખંડનો મલ્ટીસ્પોર્ટ ઈવેન્ટ છે, જે સમગ્ર એશિયના ખેલાડીઓ વચ્ચે દર 4 વર્ષે એશિયામાં યોજાય છે અને તે એશિયાડ તરીકે પણ જાણીતો છે. આગામી ઇવેન્ટ અધિકૃત રીતે 19 માં એશિયન ગેમ્સ હેન્ગઝાઉ 2022 તરીકે પણ ઓળખાશે. મૂળ સમારંભ ગયા વર્ષે યોજાવાનો હતો, પરંતુ કોવિડને કારણે મોકૂફ રખાયો હતો. 

એશિયન ગેમ્સના આ સમારંભની રમતોમાં ભારતના 634 એથલેટસ વિવિધ 38 રમતોમાં સામેલ થશે, જેમાં 65 એથલેટસના એક મોટા સમૂહ એથલેટિક્સ માટે રમશે.  અગાઉનો સમારંભ જાકાર્તામાં યોજાયો હતો, જેમાં ભારતે 36 રમતો માટે 570 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા અને 70 મેડલ્સ જીત્યા હતા.