આણંદમાં ACB ની સફળ ટ્રેપ,LCB નો ASI રૂ. 70 હજાર ની લાંચ લેતા ઝડપાયો ,હેડ કોન્સ્ટેબલ ફરાર
આજની 10 મહત્વની ખબર
આણંદમાં ACB ની સફળ ટ્રેપ,LCB નો ASI રૂ. 70 હજાર ની લાંચ લેતા ઝડપાયો ,હેડ કોન્સ્ટેબલ ફરાર
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કર્મચારીઓ પર એસીબી ની સફળ ટ્રેપ થઈ છે .મહીસાગર ACBએ
એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર (હાલ રહે.રંગભુમિ પાર્ક ઘર નં.૫૪/૫૫ વિધાનગર,તા.જી.આણંદ
મુળ રહે.ભોજરાજપુરા તા-ગોંડલ જી- રાજકોટ ) ને રૂપિયા 70 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો, જ્યારે અ.હે.કો. હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ (હાલ રહે. ખંભોળેજ પોલીસ લાઇન તા.જી.આંણદ મુળ રહે.સીલી તા.ઉમરેઠ જી-આણંદ) હાલ ફરાર છે.
ફરિયાદી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ,જે ગુન્હાના હાજર થવા સારૂ ઉક્ત પોલીસ કર્મચારી ફરીયાદીના ઘરે ગયેલ અને ત્યાં ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦/- લેવાનુ નક્કી કર્યું હતું આજે રૂ. ૭૦ હજારની લાંચ લેતા મહીસાગર એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે ઘનશ્યામસિંહ ને ઝડપી પાડ્યા હતા .જયારે હિતેશ ચૌહાણ હાલ ફરાર છે .પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં ઝાડા ઉલટીના વધુ 08 કેસ નોંધાયા, કુલ આંક થયો 85
આણંદ શહેરમાં ઝાડા ઉલટીના વધુ ૦૮ કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં ઝાડા ઉલટીના અત્યાર સુધી કુલ ૮૫ કેસ નોંધાયા છે, તે પૈકી ૦૪ કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડેલ છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ૨૫ ટીમ બનાવવામાં આવી છે, જેમાં ૦૪ મેડિકલ ઓફિસર અને ૫૦ પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં ૩૭૯૧ ક્લોરિન ટેબલેટનું વિતરણ, ૩૭૯ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના કુલ ૫૧૧ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૨૮ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને ૨૮૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પાણીના ૦૫ સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતા ૦૩ ટેસ્ટમાં પીવાનું પાણી પીવા લાયક છે જ્યારે ૦૨ ટેસ્ટમાં પાણી બિલ પીવા લાયક માલુમ પડ્યું છે.
ઓમ બિરલા ફરી બન્યા લોકસભાના સ્પીકર
મોદી સરકારે સંસદની પ્રથમ પરીક્ષા પાસ કરી લીધી છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર ઓમ બિરલાએ બુધવારે આજે ચૂંટણીમાં કોંગ્રેસના કોડીકુનીલ સુરેશ (કે સુરેશ) ને હરાવ્યા છે. આ બાદ, NDAના ઉમેદવાર ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા છે. ઓમ બિરલા ધ્વની મત દ્વારા સંસદમાં નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. હવે ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર હશે. આ પહેલા પણ તેઓ લોકસભાના સ્પીકર હતા.
કાગડાઓએ એવો આંતક મચાયો કે આખા દેશમાં અંધારપટ્ટ છવાઈ ગયો
શું કોઈ દેશ પક્ષીઓથી પરેશાન થઈ શકે છે? હા, એક એવો દેશ છે જ્યાંના શહેરોમાં એક ખાસ પક્ષીઓના ટોળાની દહેશત ફેલાઈ ગઈ છે. આ મુશ્કેલી એવી માથે પડી છે, સરકાર પાસે પણ કોઈ ઉપાય નથી. સાઉથ કોરિયાના શહેરો 'સાયકો' કાગડાઓનો આતંક મચ્યો છે, જેઓ વીજળી ડૂલ કરી રહ્યા છે અને રહેવાસી પર હુમલો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાગડાના હુમલાના કારણે કોરિયન લોકોમાં ભય પેસી ગયો છે.કાગડાને પકડવા કે તેનાથી છુટકારો મેળવવો એ સરકાર માટે સમસ્યા બની ગઈ છે.એક અધિકારી જણાવ્યું હવે કે.લોકો અને ઈમારતોના જોખમને કારણે શહેરમાં બંદૂકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાતી નથી. આમ, દેશમાં કાગડાઓથી લોકો ત્રસ્ત બન્યા છે.
અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, 5 લોકોએ જીવ ગુમાવ્યા
અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. લાસ વેગાસમાં એક હુમલાખોરે બે એપાર્ટમેન્ટના પરિસરમાં બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે આ ઘટના બાદ હુમલાખોરે પોતે પણ આપઘાત કરી લીધો હતો.હુમલાખોરની ઓળખ 47 વર્ષીય એરિક એડમ્સ તરીકે થઇ હતી.આ ગોળીબારમાં મૃત્યુ પામનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે 20 વર્ષીય મહિલાઓને ગોળી વાગતાં તે પણ મૃત્યુ પામી હતી.
આ વર્ષે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થશે,પ્રથમ બેચ 28 જૂને રવાના થશે
આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. પરંતુ મુસાફરોની પ્રથમ બેચ 28 જૂને રવાના થશે. તમને એ પણ જણાવી દઈએ કે તીર્થયાત્રીઓ માટે બે બેઝકેમ્પ હશે, પહેલગામ અને બાલટાલ અને અહીંથી દરરોજ 15 હજાર તીર્થયાત્રીઓને ગુફા પર જવાની મંજૂરી આપવામાં આવશે.ટ્રાંજિટ કેમ્પમાં દરરોજ 9 હજારથી વધુ મુસાફરો માટે રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 260 થી વધુ શૌચાલય, 120 થી વધુ વોશરૂમ તેમજ મોબાઈલ યુરીન પોઈન્ટ છે. આ ઉપરાંત રસ્તાઓનું સમારકામ અને સફાઈનું કામ પણ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ત્યાં લંગરની પણ વ્યવસ્થા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે
લોકસભા ચૂંટણી બાદ એનડીએની નવી સરકાર બની ગઈ છે. હવે લોકસભામાં વિપક્ષ તરફથી નેતા કોણ હશે? તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પણ અંતે તેના પરથી પડદો હટી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઈન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.
ગુજરાતાં 8 મહાનગર પાલિકાઓમાંથી 7 મહાનગર પાલિકાઓમાં CFOનું પદ ખાલી
ગુજરાતમાં ફાયર સેવાની સ્થિતિ અત્યંત કથળી ગઇ છે. યુનિફોર્મ્ડ સર્વિસની સમકક્ષ ગણાતી ફાયર ફાઇટીંગ ફોર્સ અત્યારે લીડરશીપની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. ગુજરાત સરકાર અને રાજ્યની મહાનગર પાલિકાઓ બંને કટોકટીની સેવામાં મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં નિષ્ફળ ગઇ છે.રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર (CFO)ની ધરપકડ પછી હવે ગુજરાતાં 8 મહાનગર પાલિકાઓમાંથી 7 મહાનગર પાલિકાઓમાં CFOનું પદ ખાલી છે.માત્ર જામનગરમાં જ ફુલ ટાઇમ CFO છે. અમદાવાદમાં 2 વર્ષથી CFOની પોસ્ટ ખાલી છે.ગાંધીનગરમાં આ વર્ષે જે CFOની પોસ્ટ મંજૂર કરવામાં આવી. ભાવનગરમાં તો 18 વર્ષથી CFOની પોસ્ટ ખાલી છે. જુનાગઢમાં 2 વર્ષથી ખાલી છે. વડોદરામાં 2014થી ખાલી છે અને સુરતમાં 2017થી વસંત પારિક ઇન્ચાર્જ CFO તરીકે કામ કરે છે.
વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ,તંત્રની સતર્કતાથી મોટી હોનારત ટળી
વાપીના જુના જકાતનાકા નજીક રેલવે ટ્રેક પર મંગળવારે રાત્રે અસામાજીક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી દીધો હતો. જોકે રેલવે કર્મચારીને ધ્યાનમાં આવતા તુરંત જ અધિકારીને જાણ કરાઇ હતી. રેલવેની સતર્કતાને કારણે ટ્રેનને થોભાવી દીધી હતી. એટલું જ નહી પણ સમયસર ઘટના બહાર આવતા મોટી હોનારત ટળી હતી. રેલવે અધિકારી, પોલીસ અધિકારી, આરપીએફના અધિકારી અને ટીમ પણ દોડી ગઈ હતી. આ પ્રકારનું ગંભીર કૃત્ય કરી મુસાફરોના જીવ સામે જોખમ ઉભુ કરનારા અસામાજીક તત્વોને પકડવા કવાયત આદરી છે
સરકારી અધિકારીનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી, પોલીસે ગણતરીના કલાકોમાં મુક્ત કરાવ્યા
પાલનપુરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડેપ્યુટી ઈન્ડસ્ટ્રી ઓફિસર (DIC)નું ગાંધીનગરના ગિયોદ ગામમાંથી મંગળવારે બપોરે ત્રણ શખ્સોએ અપહરણ કર્યા બાદ 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અધિકારીનું અપહરણ થયાની માહિતી મળતા જ પોલીસ વિભાગ સક્રિય થયો અને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યા.
અર્જુન મોઢવાડીયા-સી.જે.ચાવડા રાજ્યકક્ષાના મંત્રી બની શકે
ભૂપેન્દ્ર પટેલ છેલ્લા અઢી વર્ષથી માત્ર 16 મંત્રીઓ સાથે ગુજરાત સરકાર ચલાવી રહ્યાં છે. જેના લીધે અનેક મંત્રીઓ પાસે એકથી વધુ મહત્વના ખાતાઓ છે. પરંતુ હવે કોંગ્રેસ છોડીને આવેલા અને તાજેતરમાં ભાજપમાંથી પેટા ચૂંટણી જીતી ગયેલા બે નેતાઓને મંત્રી બનાવવા મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે તેમ છે. પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વિજાપુરથી જીતેલા સી. જે. ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી શક્યતા છે.