nomination-file

આણંદ જિલ્લાના ૬ વિધાનસભા મતદાર વિભાગમાં ૨૩ ઉમેદવારોના કુલ ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨

આણંદ જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગમાં ૨૩ ઉમેદવારોના કુલ ૩૬  ઉમેદવારી પત્રો ભરાયા

આંકલાવ વિધાનસભા બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી

આણંદ
 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
ઉમેદવારી પત્રો ભરવાના આજના છઠ્ઠા દિવસે તા. ૧૫/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ પૈકી ૬ બેઠકો ઉપર ૨૩ ઉમેદવારોના કુલ મળી ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા. 

 ૧૦૮-ખંભાત

વિધાનસભા બેઠક પર આજે કુલ ૫ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મહેશકુમાર કનૈયાલાલ રાવલ અને ભીખાભાઇ વેરીભાઇ પટેલે, આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અરૂણકુમાર કાભાઇભાઇ ગોહિલ અને શૈલેશભાઇ રમેશચંદ્ર પંડ્યાએ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.


૧૦૯-બોરસદ

વિધાનસભા બેઠક પર આજે ૪ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે ૨ ઉમેદવારી પત્રો, નટવરસિંહ સરદારસિંહ મહિડાએ ૨ ઉમેદવારી પત્રો તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનિષભાઇ રમણભાઇ પટેલ અને જગદિશભાઇ ગોવિંદભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.


૧૧૧-ઉમરેઠ

વિધાનસભા બેઠક પર આજે ૩ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમારે ૪ ઉમેદવારી પત્રો, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જયંતભાઇ રમણભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ ૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. 


૧૧૨-આણંદ

વિધાનસભા બેઠક પર આજે ૫ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યોગેશભાઇ રવજીભાઇ પટેલે ૪ ઉમેદવારી પત્રો, નિતાબેન ભરતભાઇ સોલંકીએ ૧ ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાન્તિભાઇ મણીભાઇ સોઢા પરમારે ૨ ઉમેદવારી પત્રો તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતભાઇ સેડલીયા અને મેહુલકુમાર વિનોદભાઇ વસાવાએ ૧-૧ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.


૧૧૩-પેટલાદ

વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડે ઉમેદવારી નોંધાવી હતી.


૧૧૪-સોજીત્રા

વિધાનસભા બેઠક પર આજે ૫ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલકુમાર વિનુભાઇ પટેલે ૪ ઉમેદવારી પત્રો અને જગદીશભાઇ ભયજીભાઇ સોલંકીએ ૨ ઉમેદવારી પત્રો, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ રણછોડભાઇ ઠાકોર અને જયમિનકુમાર અમૃતભાઇ પરમારે ૧-૧- ઉમેદવારી પત્રો તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે ૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.


૧૧૦-આંકલાવ

વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારી પત્ર ભરાયું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું છે.
નોંધનીય છે કે તા. ૧૭/૧૧/૨૦૨૨ ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે. 
*****