1000984367

જય હો... અને ચલ છૈયા.. છૈયા... ગીત પર સૌ ઝુમી ઉઠ્યા.

ચારૂતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે સુખવિંદર સિંહની લાઈવ ઈન કૉન્સર્ટ યોજાઈ.

જય હો... અને  ચલ  છૈયા.. છૈયાછૈયા ..ગીત પર સૌ ઝુમી ઉઠ્યા

ચારૂતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે સુખવિંદર સિંહની લાઈવ ઈન કૉન્સર્ટ યોજાઈ.

બોલિવુડના પ્લેબેક સિંગર સુખવિંદર સિંહે સુંદર ગીતોની રજૂઆત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા

સુખવિંદર સિંહે શ્રી કૃષ્ણ હોસ્પિટલની મુલાકાત લીધી,હોસ્પિટલની સેવા અને મેનેજમેન્ટથી પ્રભાવિત થયા

આણંદ ટુડે | કરમસદ
ચારૂતર આરોગ્ય મંડળ કરમસદના ભાઈકાકા યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બોલિવુડના, પ્લેબેક સિંગર સુખવિંદર સિંહની લાઈવ ઈન કોન્સર્ટ યોજાઈ હતી. સુખવિંદર સિંહે સુંદર ગીતોની રજૂઆત કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં ગ્રેમી એવોર્ડ વિજેતા ગીત જય હો તથા અન્ય જેવા કે, છૈયા છૈયા, દર્દ હૈ ડિસ્કો, ઈરાદે કર બુંલદ, ક્રિષ્ના હૈ, દબંગ વગેરે ગીતો રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડયું હતું. આ ખ્યાતનામ સિંગરને સાંભળવા માટે આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા અને અમદાવાદથી લોકો કૉન્સર્ટમાં હાજર રહ્યા હતા. હજારોની સંખ્યામાં પ્રેક્ષકોએ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સુખવિંદર સિંહે શ્રી કૃષ્ણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની સેવા અને મેનેજમેન્ટથી પ્રભાવિત થયા હતા.
ચારૂતર આરોગ્ય મંડળની સ્થાપના વર્ષ ૧૯૭૨માં સ્થાપક અધ્યક્ષ ડૉ. એચ.એમ. પટેલ દ્વારા પીડિતોને સાંત્વના આપવાના હેતુથી કરી હતી. છેલ્લા ૫૦ વર્ષમાં સંસ્થાએ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ૮.૫ મિલિયન દર્દીઓને નજીવા દરે સારવાર પૂરી પાડી છે. ૧૦૦૦ પથારી ધરાવતી એન.એ.બી. એચ. પ્રમાણિત ટર્શરી કેર હોસ્પિટલમાં ૧૦૦૦ માંથી ૫૦ બેડમાં હોસ્પિટલની આશીર્વાદ સેવાઓ હેઠળ નજીવા દરે સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. હરિકૃપા ઔષધ સહાય યોજના અંતર્ગત ઓ.પી.ડી.ના દર્દીઓ ડાયાબિટિસ અને હાયપરટેન્શનની દવાઓ વાજબી દરે આપવામાં આવે છે. આ ઉપરાંત આયુષ્માન યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. અનેક લોકકલ્યાણ યોજના અંતર્ગત દર્દીઓને તબીબી સેવાઓનો લાભ આપવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓની સારવારના ખર્ચ પેટે દર વર્ષે હોસ્પિટલ લગભગ ૪૦ કરોડની ખાધ ભોગવે છે. આવા દર્દીઓના સારવારના ખર્ચ માટેનું ભંડોળ ઊભું કરવા માટે લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવે છે.

આ લાઈવ ઈન કૉન્સર્ટની શરૂઆતમાં મંડળના સભ્ય શ્રી જાગૃત ભટ્ટે ઈવેન્ટમાં ફાળો આપનાર દાતાશ્રીઓ અને પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. આ ઈવેન્ટના સ્પોન્સર્સ દેસાઈ બયર્સ લિ., અમૂલ, એલિકોન એન્જિનિયરીંગ કું.લિ., ડાઉન-ટાઉન, જી.એમ.એમ. ફોડલર, બિલ્ડક્વિક, જવેલ કન્ઝયુમર્સ કર, જી પોલિ પ્લાસ્ટ તથા અન્ય હતા.

આ પ્રસંગે ઈવેન્ટના હેતુને સાર્થક કરવા માટે ઔદ્યોગિક એકમોએ આપેલ ફાળાને રજૂ કરતું સોવિનિયરનું વિમોચન મંડળના અધ્યક્ષ શ્રી અતુલ પટેલ, સેક્રેટરી શ્રી અમિત પટેલ, મંડળના સભ્ય શ્રી જાગૃત ભટ્ટ, બોર્ડ મેમ્બર શ્રી રાધાશરણ, એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેષભાઈ શાહ, જી.સી.એમ.એમ.એફ.ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી જયેન મહેતા, અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.