આણંદ માટે ઐતિહાસિક અને ખુશીની ક્ષણ,આણંદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા
આણંદ માટે ઐતિહાસિક અને ખુશીની ક્ષણ,આણંદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા
રાજ્ય સરકારના નિર્ણયને આવકારતાં આણંદ નગરપાલિકા વિસ્તારના શહેરીજનો
આણંદ માટે ઐતિહાસિક અને ખુશીની ક્ષણ ગણાવતા શહેરીજનો
ગુજરાત સરકારનો આભાર માનતા આણંદ નગરપાલિકા વિસ્તારના શહેરીજનો
ગુજરાત રાજ્યની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રુપાંતર કરાવાની જાહેરાત
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગરની વઢવાણ બનશે મહાનગરપાલિકા
આણંદ
ભુપેન્દ્ર સરકારનું 2024 નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું જેમાં સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આણંદનો પણ સમાવેશ થાય છે. આણંદ મહાનગરપાલિકા બનતા હવે શહેરનો નકશો પણ બદલાશે.
રાજ્યની સાત નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતાં ખુશી વ્યકત કરી છે.આણંદના સાંસંદ શ્રી,અગ્રણીઓ અને ડોક્ટરોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આણંદ ને મહાનગરપાલિકા નો દરજ્જો આપતા આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે તેમ જણાવી હવે વિકાસ તે જ ગતિએ આગળ વધશે તેમ પણ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર આણંદ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે આણંદનો વિકાસ વધુ વેગવંતો બનશે - સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ
આજે ગુજરાત રાજ્યનાં બજેટમાં આપણાં રાજ્યનાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની ઘોષણા કરાઇ છે.
આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ અંગે અનેકવખત રજૂઆતો કરી હતી, આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું.
આણંદ વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે, શ્વેત નગરી તરીકે ઓળખાતા આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા હવે આણંદનો વિકાસ વધુ વેગવંતો બનશે અને ભારતનાં નકશા પર આણંદનું નામ વધુ મજબૂત બની શકશે.આણંદ ને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાથી નાગરિકોની સુવિધાઓ અને સુખાકારીમાં ઉમેરો થશે. નાગરિકોની સેવા વિવિધલક્ષી અને ટેક્નિકલી વધુ સાઉન્ડ બની શકશે.
શ્વેત નગરી આણંદ વધારે ઉજ્જવળ બનશે-શ્રી રાજેશભાઈ પટેલ, અગ્રણી, ધર્મજ, આણંદ જિલ્લા પ્રમુખ ભાજપ
આજે ખુબ સારા સમાચાર આણંદ માટે આવ્યા છે. આણંદ માટે ઐતિહાસિક દિવસ છે, આણંદ શ્વેત નગરી કહેવાય તે નગરી વધારે ઉજ્જવળ બનશે. કારણકે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશ્નર આઈએએસ કક્ષાના અધિકારી આવે, સરકારની પણ દિર્ધદષ્ટિ મળે અને ખુબ મોટા બજેટ આવે અને વિકાસની કોઈ મોટી મર્યાદા ના રહે તેટલું મોટું કામ થવાનું છે. તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસનું મોડલ રજુ થશે.)
આણંદ માટે આ ઐતિહાસિક ક્ષણ છે - ડો. હેમંત દંતાણી, શહેરીજન, આણંદ
મારા મતે આણંદ માટે આ ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે. દેશ વિદેશમાં અમુલ મિલ્ક કેપિટલ ઓફ ઈન્ડિયા તરીકે પ્રખ્યાત છીએ જ, અહિંયા વિદ્યાનગર જેવું અદ્ભૂત શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં નામ મોટુ છે. ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ કેપિટલ છે, આટલું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો હંમેશા અમને અહેસાસ રહેતો હતો. એ ક્ષણ આજે મિટાઈ ગઈ છે અમે ગુજરાત સરકારના ખુબ ખુબ આભારી છીએ કે આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે.
આણંદનો ખુબ જ વિકાસ થશે-શ્રી કેતન પટેલ,સેક્રેટરી, ચરોતર એજ્યુકેશન સોસાયટી , આણંદ
આજે આણંદની જનતા તરીકે અમને ખુબ જ હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. આણંદનો ખુબ જ વિકાસ થશે, આણદની જનતાની ધણા સમયથી માંગણી હતી આણંદને મહાનગરપાલિકા બનાવામાં આવે તેના લીધે આણંદનો વિકાસ થાય, રોડ રસ્તા બને, કચરાનો નિકાલ થાય અને ગ્રાંટ પણ વધારે મળશે જેના આજુબાજનો વિકાસ થશે તેથી આણંદની જનતા તરીકે ખુબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ.)
આણંદનું અર્થતંત્ર ડબલ થશે અને વિકાસ થશે-શ્રી મેહુલભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર,સંકેત ઇન્ડિયા, આણંદ
આજે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્ચો છે જે આપણા સૌ માટે ખુશીના સમાચાર છે. આ સાથે આણંદનું અર્થતંત્ર ડબલ થશે અને વિકાસ થશે.
વિકાસની ગતી અને દિશા પણ બદલાશે-શ્રી આશાબેન દલાલ, પ્રમુખ, જાગૃત મહિલા સંગઠન, આણંદ
ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે તેના માટે ગુજરાત સરકારને ખુબ ખુબ ધન્યવાદ આપું છું. આણંદના આસપાસની મહિલાઓ વતી હું મારી ખુશી વ્યક્ત કરું છું. આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિકાસ બમણી ઝડપે વધશે. વિકાસની ગતી અને દિશા એ પણ બદલાશે. સમગ્ર વહિવટી તંત્રની કાર્યક્ષમતા વધશે.