IMG-20230707-WA0015

પશુપાલન મહાવિદ્યાલય, આણંદ ખાતે વિશ્વ ઝુનોસીસ દિવસ અંતર્ગત કેમ્પ યોજાયો

પશુપાલન મહાવિદ્યાલય, આણંદ ખાતે વિશ્વ ઝુનોસીસ દિવસ અંતર્ગત કેમ્પ યોજાયો

આ કેમ્પમાં કુલ ૧૦૯ જેટલા શ્વાન અને બે બિલાડીઓને વિના મૂલ્યે હડકવા વિરોધી રસી તથા કૃમિનાશક દવા આપવામાં આવી

આણંદ,

 સમગ્ર વિશ્વમાં વિશ્વ ઝુનોસીસ દિવસ તરીકે ઓળખાતા ૬ જુલાઇના દિવસ અન્વયે આણંદ જિલ્લામાં ઝુનોટીક રોગોને અટકાવવા અને તે અંગે જાગરૂકતા ફેલાવવા માટે એક કેમ્પનું અયોજન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી,આણંદ અંતર્ગત પશુચિકિત્સા સારવાર સંકુલ (વીસીસી, ઝવેરી હોસ્પિટલ) ખાતે કરવામાં આવ્યું હતું. 

આ કેમ્પમાં કુલ ૧૦૯ જેટલા શ્વાન અને બે બિલાડીઓંને વિના મૂલ્યે હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccination) અને કૃમિનાશક (ડિવોર્મીંગ) દવાઓ આપવામાં આવી હતી. તે ઉપરાંત તમામ શ્વાન અને બિલાડીઓનું સામન્ય તબીબી પરિક્ષણ કરી, સાંધાનું નિદાન- સારવાર આપીને મલ્ટી વિટામીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. પેટ( પાલતું શ્વાન અન બિલાડી) ધરાવતાં લોકોને વિવિધ ઝુનોટીક રોગો (પ્રતિસંચારિત રોગો) વિષે માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના કુલ ૪૫ શ્વાનને હડકવા વિરોધી રસી તથા કૃમિનાશક દવા આપવાની સાથે તમામ શ્વાનના લોહીના નમુના લઇને યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. 

વેટરનરી ક્લીનીકલ કોમ્પ્લેક્ષના વડા ડૉ. કમલેશ .કે .હડિયા દ્વારા વિશ્વ ઝુનોસીસ દિવસની આ વર્ષની થીમ (the urgency of breaking the chain of zoonotic transmission to prevent future pandemics like COVID-19) હેઠળ ઝુનોટીક રોગોને અટકાવવા માટે કેવા પગલા લઇ શકાય તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. 

આ કાર્યક્રમમાં વેટરનરી સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. પી.એચ.ટાંક, ગાયનેકોલોજી પ્રાધ્યાપક અને વડા ડૉ. એમ.ટી.પંચાલ, સર્જરી વિભાગના વડા અને પ્રાધ્યાપક પી.વી.પરીખ, મેડીસીન વિભાગથી મદદનીશ પ્રાધ્યાપક ડૉ. નેહા રાવ, વિવિધ વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો સહિત અનુસ્નાતક અને સ્નાતક વર્ગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

********