ટોલ-ફ્રી નંબર ૧૯૬૨ પર કરેલા માત્ર એક ફોન કોલથી બચ્યો વાછરડાનો જીવ
પશુસેવાનું આગવું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ
ફરતાં પશુ દવાખાનાએ આણંદ જિલ્લામાં ૮૧,૪૨૬ અબોલજીવોને આપ્યું નવજીવન
ટોલ-ફ્રી નંબર ૧૯૬૨ પર કરેલા માત્ર એક ફોન કોલથી બચ્યો વાછરડાનો જીવ
આણંદ,
આણંદના મોગર ગામના સીમ વિસ્તાર માં રહેતા એક પશુમાલિકને ત્યાં એચ.એફ.ક્રોસ બ્રિડની ગાયનું ૪ મહિનાનું બચ્ચું તેની માતા સાથે સીમ વિસ્તારમાં ચરવા ગયું હતું. જ્યાં તે પોતાની માતાથી વિખુટું પડી જતા ખોવાઈ ગયેલ હોવાનું માલૂમ પડતા પશુમાલિક દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન જાણવા મળ્યુ કે સીમ વિસ્તારના કુતરાએ ગાયના બચ્ચાને જખ્મી કરી દીધુ છે. પશુમાલિકે જરા પણ સમય વેડફ્યા વગર તુરંત જ પશુ ચિકિત્સા ટોલ ફ્રી નંબર ૧૯૬૨ (કરૂણા એમ્બ્યુલન્સ) ઉપર ફોનકોલ કરી ૧૯૬૨ની ટીમને ઘટનાની જાણ કરતાં ડૉ. મયુર પટેલ અને પાયલોટ વિશાલ ચૌહાણ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે એટલે કે પશુમાલિકના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ૪ મહિનાના ગાયના બચ્ચાંને જરૂરી એન્ટિબાયોટિક ઈન્જેકશન, અને પેઇન કિલર તથા ઘવાયેલ ભાગ પર જરૂરી ટાંકા લઈને તેનો જીવ બચાવી લીધો હતો. .
ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના ૧૯૬૨ દ્વારા ૧૦ ગામના શિડ્યુલમાં ૭૨,૨૬૨ અને ઇમરજેંસીમાં ૯,૧૬૪ કેસની સારવાર કરી કુલ ૮૧,૪૨૬ પશુ અને પક્ષીઓના જીવ બચાવીને પશુસેવાનું આગવું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. ************