આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
૧૮૧ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું
રક્તદાન એ જ મહાદાન છે, જે લોકો રક્તદાન કરી શકે છે તેવા લોકોએ વર્ષમાં એકવાર રક્તદાન કરવું જોઈએ - કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
આણંદ ટુડે | આણંદ
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રમુખસ્વામી કોમ્પ્યુનીટી હોલ, સાંગોડપુરા, આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે અને દરેકે જે લોકો રક્તદાન કરી શકે છે તેવા લોકોએ વર્ષમાં એકવાર રક્તદાન અવશ્ય કરવું જોઈએ તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનો મોટી સંખ્યામાં રક્તદાન કરે તે ખૂબ જ જરૂરી છે, તેમ જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલે સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે, તેમ જણાવતા રક્તદાન કરીને માનવસેવા, કલ્યાણનું સુંદર ઉદાહરણ પૂરું પાડવા બદલ જે રક્તદાતાઓએ કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું છે, તેવા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રક્તદાતાઓનો રેડ ક્રોસ સોસાયટી તથા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું.
***