આણંદ તાલુકામાં બે કલાકમાં ૨ ઇંચ અને સોજીત્રામાં ૧ ઇંચ વરસાદ
આણંદ તાલુકામાં બે કલાકમાં ૨ ઇંચ અને સોજીત્રામાં ૧ ઇંચ વરસાદ
જિલ્લામાં બપોરના ૦૨-૦૦ કલાકથી બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં ૧૨૯ મી.મી. વરસાદ નોંધાયો
આજે સવારના ૦૬-૦૦ કલાકથી બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં ૧૭૦ મી.મી. વરસાદ
જિલ્લામાં અત્યાર સુધી કુલ- ૧,૪૫૨ મી.મી. વરસાદ નોંધાયો
આણંદ, ગુરૂવાર
આણંદ જિલ્લામાં આજે બપોરના ૦૨-૦૦ કલાકથી બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં આણંદ જિલ્લામાં ૧૨૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ તાલુકામાં ૫૨ મી.મી., સોજીત્રા તાલુકામાં ૨૭ મી.મી., આંકલાવ તાલુકામાં ૨૨ મી.મી., તારાપુર તાલુકામાં ૧૦ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬ મી.મી., ખંભાત તાલુકામાં ૮ મી.મી. અને બોરસદ તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે પેટલાદ તાલુકામાં વરસાદ શુન્ય છે.
આજે બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં જિલ્લામાં કુલ ૧,૪૫૨ મી.મી. વરસાદ નોંધાયો છે. તાલુકા વાઈઝ વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં તારાપુર તાલુકામાં ૧૫૬ મી.મી., સોજીત્રા તાલુકામાં ૨૧૫ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૧૭૮ મી.મી., આણંદ તાલુકામાં ૨૮૩ મી.મી., પેટલાદ તાલુકામાં ૨૦૯ મી.મી., ખંભાત તાલુકામાં ૧૧૦ મી.મી., બોરસદ તાલુકામાં ૧૭૪ મી.મી. અને આંકલાવ તાલુકામાં ૧૨૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૨૮૩ મિલિમિટર અને સૌથી ઓછો વરસાદ ખંભાત તાલુકામાં ૧૧૦ મીલીમીટર નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
*****