આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૪ મી.મી., અત્યાર સુધી કુલ-૨૨૪૧ મી.મી. વરસાદ નોંધાયો
આણંદ જિલ્લામાં વરસાદ
આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૪ મી.મી.,અત્યાર સુધી કુલ-૨૨૪૧ મી.મી. વરસાદ નોંધાયો
અત્યાર સુધીમાં સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૪૭ મી.મી. જ્યારે સૌથી ઓછો આંકલાવ તાલુકામાં ૧૮૬ મી.મી. વરસાદ નોંધાયો
આણંદ, શનિવાર
આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કુલ વરસાદ ૧૭૪ મિલીમીટર નોંધાયો છે.
તારાપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૬ મીલીમીટર, સોજીત્રા તાલુકામાં ૧૮ મીલીમીટર, ઉમરેઠ તાલુકામાં ૦૨ મિલીમીટર, આણંદ તાલુકામાં ૫૭ મી.મી., પેટલાદ તાલુકામાં ૩૫ મિલીમીટર, ખંભાત તાલુકામાં ૧૨ મીલીમીટર, બોરસદ તાલુકામાં ૧૩ મીલીમીટર અને આંકલાવ તાલુકામાં ૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૪૪૭ મી.મી.નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ આંકલાવ તાલુકામાં ૧૮૬ મી.મી. નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૨૬૦ મી.મી., સોજીત્રા તાલુકામાં ૨૯૨ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૨૩૨ મી.મી., પેટલાદ તાલુકામાં ૩૨૫ મી.મી., ખંભાત તાલુકામાં ૨૭૦ મી.મી. અને બોરસદ તાલુકામાં ૨૨૯ મી.મી. મળી જિલ્લામાં કુલ ૨૨૪૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.
*****