IMG-20240501-WA0075

૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો આણંદ કરશે મતદાન નો સંદેશ

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન

૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો "આણંદ કરશે મતદાન" નો સંદેશ

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દીપ પ્રગટાવી કરાવ્યો પ્રારંભ


આણંદ,
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. 

લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. 

જે અંતર્ગત આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧,૦૦૦ દીપને પ્રગટાવીને ''આણંદ કરશે મતદાન" નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દીપ પ્રગટાવી કર્યો હતો. 

સ્વીપ ના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીની રાહબરી નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ  જોડાયા હતા. 

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે તે માટે સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાઇ રહ્યા છે.  જેના ભાગરૂપે આજે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ દ્વારા ૧,૦૦૦ જેટલા દીવાઓ પ્રગટાવીને મતદાર જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે. 
**