આજની 10 મહત્વની ખબર
આજની 10 મહત્વની ખબર
રાજકોટના અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર પૈકી 9 લોકોની થઈ ઓળખ
રાજકોટના અગ્નિકાંડમાં મોતને ભેટેલા પૈકીના 9 લોકોની ઓળખ મળી છે. ડીએનએ મેચ થઇ ગયા છે. એફએસએલમાં 18 ટીમો કાર્યરત છે અને હતભાગી તથા તેમના પરિવારોના ડીએનએ મેચ કરવાની રાઉન્ડ ધ કલોક કામગીરી ચાલી રહી છે. તેમ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી કરી છે કે, આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થશે. જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેશે તો રાજ્યમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
રાજકોટના પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટ આગકાંડમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે થયેલી દુર્ઘટનામાં કુલ 28 લોકોના મોત થયા હતા. આ વચ્ચે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિશિપલ કમિશન૨આનંદપટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂંક કરવામાં આવી છે.
ચારધામ યાત્રા દરમિયાન 64 શ્રદ્ધાળુઓના મોત
14 દિવસમાં 10 લાખ થી વઘુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા ચારધામ છે.ચાર ધામ યાત્રા દરમિયાન મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.ચારધામ યાત્રા દરમિયાન 64 શ્રદ્ધાળુઓના મોત થયા છે જયારે કેદારનાથ ધામની 17 દિવસની યાત્રા દરમિયાન 27 શ્રદ્ધાળુઓના મોત થયા છે હાયપોથર્મિયા અને હાર્ટ એટેકને કારણે મોત થયા .
રેમાલ વાવાઝોડું 135 કિલોમીટરની ગતિએ ત્રાટક્યું
બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેમાલ વાવાઝોડું 135 કિલોમીટરની ગતિએ ત્રાટક્યું હતું . વાવાઝોડાના પગલે પ્રભાવિત વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાયુ છે.એનડીઆરએફની 14 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે.
દિલ્હીના C.M અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધુ એક સપ્તાહ લંબાવવાની માંગ કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.તેમણે વચગાળાના જામીન વધુ એક સપ્તાહ લંબાવવાની માંગ કરી છે સી .એમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે
તેમને ગંભીર બીમારી છે અને તેમનું પીઈટી-સીટી સ્કેન કરાવવાનું છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો
અમેરિકામાં ટોર્નેડોએ તબાહી મચાવી,11ના મોત, ઘણા લોકો ઘાયલ થયા
અમેરિકાના અનેક રાજ્યોમાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટેક્સાસ, ઓક્લાહોમા અને અર્કાંસસમાં ટોર્નેડોએ વિનાશ વેર્યો છે. અને 11 લોકોનાં મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. ટોર્નેડોએ ઘણી ઇમારતો, પાવર, ગેસ લાઇનો અને ઇંધણ સ્ટેશનને નુકસાન કર્યું છે. અધિકારીઓના કહેવા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે
ગુજરાતમાં અગ્નિકાંડનો સિલસિલો યથાવત,છેલ્લા પાંચ વર્ષમાં 3176 લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં અગ્નિકાંડનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં 3176 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમા છેલ્લા પાંચ વર્ષમાં અગ્નિકાંડની 3100 થી વધુ ઘટના નોંધાઈ છે.2018થી 2022 દરમિયાન ગુજરાતમાં 3176 મૃત્યુ થયા જ્યારે વર્ષ 2021 અને 2022માં આગથી અકસ્માતની 729 ઘટનાઓ બની છે.છેલ્લા બે વર્ષમાં આગ અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ મામલો, 6 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા
રાજકોટ અગ્નિકાડ મામલો,6 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે.
ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાજયદિપ ચૌધરી આસિ. એન્જિનીયર, RMC,આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી ,એમ.આર.સુમા નાયબ કાર્યપાલક ઈજનેર, R&B,ગૌતમ ડી.જોશી, આસિ. ટાઉન પ્લાનર, RMC,વી.આર.પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ તાલુકા પોલીસ અને PI એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે
ભારતના 37 શહેરોમાં 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું
દેશના 37 શહેરોમાં 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનનું ફલોદી સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું અહીં મહત્તમ તાપમાન 49.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે