DroneHP_GettyImages-599365398

આણંદ જિલ્લાના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયા, જાણો કેમ અને કઈ તારીખે ડ્રોન ઉડાડી શકાશે નહીં

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨

ડ્રોન, ક્વાડ કોપ્ટર, માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સાધનો ઉડાડવા પર પ્રતિબંધ

તા. ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
 

આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોય તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

આણંદ,

આણંદ જીલ્લાના સોજીત્રા ખાતે તા. ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી આવનાર હોઈ દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો, માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM)નો ગેરલાભ લઇ મહાનુભાવશ્રીઓ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની ન પહોંચે તેને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૨/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૮-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી આણંદ જીલ્લાના તમામ વિસ્તારોને “નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કરી રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર એરક્રાફ્ટ (POWER AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/ PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), હોટ એર બલુન (HOT AIR BALLOONS), તેમજ પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/કરવાની મનાઇ ફરમાવેલ છે.

પોલીસ વિભાગ અને સુરક્ષાબળોને સુરક્ષાના હેતુ માટે ઉપરોક્ત સંસાધનોનો ઉપયોગ કરવાનો થતો હોઈ તેમને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ જાહેરનામુ તા.૦૨/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૮:૦૦ કલાક થી સાંજના ૬:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ સજાને પાત્ર થશે.
*****