IMG-20240204-WA0010

બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા

બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં  કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા 

બોરસદના કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ધ્વારા જંગી સભાના સંબોધનમાં ભાજપની વિચારધારા સ્વિકારવા બદલ આનંદ વ્યક્ત કર્યો

બોરસદ વિધાનસભામાં સમાવિષ્ટ 51 ગામો અને બોરસદ શહેરમાંથી કુલ 3150 કરતાં વધુ કોંગ્રેસ સમર્થકોએ કાર્યકમ દરમિયાન હાજર રહી ભાજપનો ખેસ પહેર્યો

આણંદ ટુડે | બોરસદ
દૂધમાં સાકર ભળે તેમ ભળી જજો, તમારી તમામ સક્ષમતાનો ભાજપ દ્વારા દેશહિતમાં જ સહયોગ મેળવવાનો છે. ભાજપની વિચારધારા સાથે જોડાનાર તમામનુ માન સન્માન ચોક્કસ જાળવવામાં આવશે તેવું જણાવી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ધ્વારા કાર્યકમ દરમિયાન સંબોધન કરાયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશ  સર્વ ક્ષેત્રે હરણફાળ વિકાસ કરી રહ્યો છે. દેશહિત અને જનહિતની ઉમદા વિચારધારા ધરાવતા ભાજપ સાથે જોડાવવા બદલ અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો.
   કાર્યકમના પ્રારંભે આણદ જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ ધ્વારા કાર્યકમ આવકાર સંબોધન કરાયું હતું. ગુજરાત વિધાનસભા ગૃહના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ કાર્યકમના પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ભાજપની વિચારધારાને સમર્થન આપનારા તમામ સરપંચ ઉપસરપંચ, સહકારી સંસ્થાઓના ચેરમેન વાઇસ ચેરમેન સહિત જીલ્લા તાલુકા પંચાયત સભ્યો , ગ્રામ પંચાયત સભ્યોના નિર્ણયને વધાવી આવકાર્ય ગણાવ્યો હતો. તેમજ ભાજપ પરિવાર વધુ વિસ્તૃત અને વધુ મજબૂત બન્યો હોવાનું જણાવ્યું હતું.
 કાર્યકમ દરમિયાન બોરસદ તાલુકા એપીએમસીના વાઈસ ચેરમેન અને કોંગ્રેસ જીલ્લા મહામંત્રી અશ્વિનભાઈ કા. પટેલ વિરસદ, ખેતી બેન્ક ચેરમેન રમેશભાઈ રાયપરા બનેજડા , આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જગદીશ ઠાકોર, વિરસદ તા.પં.સદસ્ય મહેશકુમાર કા.પટેલ, દાવોલ તા પં સભ્ય રમણભાઈ ગોહેલ સહિત વિધાનસભા વિસ્તારના 51 ગામો અને બોરસદ શહેરમાંથી કુલ 3150 કરતાં વધુ આગેવાનો કાર્યકરો ચુંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
    આ કાર્યક્રમમાં ભાજપના આણંદ જીલ્લા પ્રભારી રાકેશભાઈ શાહ ,, જીલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ,સાંસદ મીતેશભાઈ પટેલ,સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ,આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ,અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,વા.ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર,પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, જીલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ , બોરસદ તાલુકા ભાજપ પ્રમુખ વિજયસિંહ રાજ, મહામંત્રી અશોકભાઈ ઠાકોર, પ્રદેશ કારોબારી સદસ્ય પ્રતાપસિંહ ગોહેલ ભાજપના અગ્રણીઓ,સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ,
ચુંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.