IMG_20240501_072506

આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ

આજ કલ ઓર આજ 

તા. 1 મે : 1 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર સ્થાપના દિવસ છે. પહેલી મે, 1960ના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસીત રાજ્ય છે
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા.
મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

* હિન્દી ફિલ્મોના ગાયક મન્ના ડે (પ્રબોધ ચંદ્ર ડે)નો કોલકાતા ખાતે જન્મ (1919)
તેમની યાદગાર ફિલ્મોમાં ચોરી ચોરી, પડોશન, ઉપકાર, બસંત બહાર, મેરા નામ જોકર, આવારા વગેરે છે 

* મહેન્દ્રા ઉદ્યોગ સમૂહના ચેરમેન આનંદ મહેન્દ્રાનો મુંબઈ ખાતે જન્મ (1955)

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી અને નિર્માત્રી અનુષ્કા શર્માનો અયોધ્યા ખાતે જન્મ (1988)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પીકે, એ દિલ હે મુશ્કિલ, રબ ને બના દી જોડી, સુલતાન, જબ તક હે જાન, ઝીરો વગેરે છે
તેમણે 2017માં ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે

* અભિનેત્રી, ટેલિવિઝન હોસ્ટ, મોડેલ અને મિસ વર્લ્ડ 1997 સ્પર્ધાના વિજેતા ડાયના હેડનનો હૈદરાબાદ ખાતે જન્મ (1973)
મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે અને તેણીએ સ્પર્ધા દરમિયાન ત્રણ સબટાઈટલ પણ જીત્યા અને આવું કરનાર તે એકમાત્ર મિસ વર્લ્ડ ટાઈટલ હોલ્ડર છે 

* અમેરિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલ મોનાંક પટેલનો ગુજરાતના આણંદ ખાતે જન્મ (1993)

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) નારાયણ સ્વામીનું અવસાન (1983) 

* પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી (1 ટેસ્ટ રમનાર) ગુલામ અબ્બાસનો ભારતમાં દિલ્હી ખાતે જન્મ (1947)

* પદ્મ વિભૂષણથી સન્માનિત સમાજ સેવિકા નિર્મલા દેશપાન્ડેનું દિલ્હી ખાતે અવસાન (2008)

* બોમ્બે સ્ટેટનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચના કરાઈ (1960)

* આંતરરાષ્ટ્રીય મજુર દિવસ *

* અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, રિશી કપૂર, હેમા માલિની, રીના રોય, કિમ, પ્રાણ, અમઝદ ખાન, કાદર ખાન, પ્રેમ ચોપરા, શક્તિ કપૂર, અમરીશ પુરી, જીવન, લલિતા પવાર અને અસરાની અભિનિત 3 કલાક અને 17 મિનિટની ફિલ્મ 'નસીબ' રિલીઝ થઈ (1981)
નિર્દેશક : મનમોહન દેસાઈ 
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
'નસીબ' બોક્સઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 'ક્રાંતિ' પછી બીજા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. 'નસીબ' નો સમાવેશ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોમાં થાય છે.  
'નસીબ' (1981) પહેલી ફિલ્મ હતી જેનું ટ્રેલર રિલીઝ પહેલા દૂરદર્શન પર બતાવવામાં આવ્યું હતું. 'નસીબ'ના લોકપ્રિય સંવાદોની એક અલગ એલપી રેકોર્ડ બહાર પાડવામાં આવી હતી. 
મનમોહન દેસાઈ ઈચ્છતા હતા કે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'અમર અકબર એન્થોની' (1977)ના ત્રણેય હીરો 'નસીબ' (1981) ફિલ્મમાં ફરી એકવાર મુખ્ય ભૂમિકા ભજવે. જો કે, વિનોદ ખન્નાએ તે સમયે ફિલ્મોમાંથી બ્રેક લીધો હોવાથી તેની જગ્યાએ શત્રુઘ્ન સિંહાને લેવામાં આવ્યો હતો. ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હાનો ડાયલોગ 'સાલો તુમને તો મેરા ભાવ હી બઢા દિયા...' ખૂબ લોકપ્રિય થયો હતો. 'નસીબ' અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાની જોડીની અંતિમ ફિલ્મ છે. ત્યારબાદ, અમિતાભ અને શત્રુઘ્ન ફરી સાથે આવ્યા ન હતા.
'નસીબ' (1981)માં હેમા માલિનીને મોટરસાઇકલ ચલાવતી બતાવવામાં આવી હતી. હિન્દી ફિલ્મોમાં પહેલીવાર કોઈ હીરોઈનને મોટરસાયકલ ચલાવતા બતાવવામાં આવી હતી.
મનમોહનના ભત્રીજા ડેની દેસાઈએ 'નસીબ' માટે ફરતી રેસ્ટોરન્ટની ચાર પ્રતિકૃતિઓ બનાવી હતી. મનમોહન દેસાઈ વાસ્તવિક રિવોલ્વિંગ રેસ્ટોરન્ટમાં 'રંગ જમાકે' ક્લાઈમેટિક ગીત શૂટ કરવા માગતા હતા, પરંતુ રિવોલ્વિંગ સ્પીડ શૂટિંગને અનુકૂળ ન હતી, તેથી સેટ બનાવવામાં આવ્યો હતો. 
'નસીબ' ફિલ્મના 'જ્હોન જાની જનાર્દન...' ગીત જેવી લગભગ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકઠી કરવાની સમાન થીમનો ઉપયોગ 26 વર્ષ પછી ફરાહ ખાને તેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' (2007)ના ટાઇટલ ગીત માટે કર્યો હતો. 
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1981માં 'નસીબ' ફિલ્મના 'ચલ ચલ મેરે ભાઈ...' (મો. રફી-અમિતાભ બચ્ચન-રિશી કપૂર) ત્રીજા નંબર ઉપર, 'જ્હોન, જાની, જનાર્દન...' (મો. રફી) 10માં નંબર ઉપર અને 'મેરે નસીબ મેં તું હૈ કે નહીં...' (લતા મંગેશકર) 30માં નંબર ઉપર રહ્યા હતાં. 
ફિલ્મફેર એવોર્ડ માટે 'નસીબ'ને એકમાત્ર નોમિનેશન 'બેસ્ટ એક્ટ્રેસ' (હેમા માલિની)ની કેટેગરીમાં મળ્યું હતું. જોકે, તે વર્ષે 'બેસ્ટ એક્ટ્રેસ' નો એવોર્ડ સ્મિતા પાટીલને ફિલ્મ 'ચક્ર' માટે મળ્યો હતો.

>>>> ઝઘડો ભારત-પાકિસ્તાનનો હોય કે પતિ-પત્નીનો, લાંબા સમય સુધી તેનું સમાધાન એટલે નથી આવતું  કારણ કે તેમની ફરિયાદો એટલી મોટી હોય છે કે બંનેને એવું લાગે કે સામેવાળી વ્યક્તિ બઢાવી ચઢાવીને બોલે છે. કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન અથવા સંઘર્ષના સમાધાનની ટેકનિકમાં એવું શીખવાડવામાં આવે છે કે ફરિયાદો એવી રીતે કરવી કે સામેવાળી વ્યક્તિને લાગે કે મારી સામેની ફરિયાદમાં વજૂદ છે.

સંકલન : વિજય એમ.  ઠક્કર