IMG-20221220-WA0015

અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઉમરેઠ નગરપાલિકાનો વહીવટ ! પ્રજામાં ઊઠેલા અનેક સવાલ

પહેલા ઓરો કરો પછી પૈસા ભરો 
અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઉમરેઠ નગરપાલિકાનો વહીવટ

શિંગોડી બાબતે પાલિકા ભેખડે ભરાઈ  ઉમરેઠ થી માત્ર પાંચ કી.મી  દૂર પણસોરા ગ્રામ પંચાયત આવા કામ માટે રૂ,૩૫ હજાર ભાડું વસૂલે અને ઉમરેઠ નગરપાલિકા નો માત્ર પાંચ હજારનો ઠરાવ ?

(તસવીર અહેવાલ -નિમેશ ગૌસ્વામી)


ઉમરેઠ તા.૨૦
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠની નગરપાલિકા એટલે ભાઈ તોબા, અહી રામ રાજ અને પ્રજા સુખી [દુખી] જેવા બે-હાલ છે, નગરપાલિકામાં પ્રમુખ હાજર રહેતા નથી તેમના વતી વહીવટ તેમના પતિ પરમેશ્વર કરી રહ્યા છે,અત્રેની નગરપાલિકામાં સત્તા ભાજપની છે,પણ સત્તાધીશની સરખામણી સોનિયા પુત્ર સાથે થઈ રહી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે

સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરેઠ નગરપાલિકામાં જાણે પપ્પુ નું શાસન હોય તેમ છેલ્લા બે ત્રણ દિવસ થી પાલિકા હસ્તકની તલાવડી ભાડે આપવાનો કિસ્સો બરાબરનો ચગ્યો છે, આ બાબતે વિરોધ પક્ષના નગરસેવકોએ વાંધો ઉઠાવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે ,જેનાથી ગભરાયેલા વિભાગે નજીવું ભાડું ભરાવી પોતે મી.ક્લીન હોવાનો દેખાડો કરવા જતાં પાલિકા તંત્ર ફરીથી  ભેખડે ભરાયુ છે અને આજ મામલે નગરસેવકે ફરીથી લેખિત વાંધો ઉઠાવતા પાલિકા સત્તાધીશો હવે જવાબ શોધવાફાફાં મારી રહ્યા છે 

વાત જાણે એમ છે કે ઉમરેઠ નગરપાલિકા હસ્તકના ચટ્ટી તલાવડીમાં વગર પરમીશને શિંગોડીની ખેતી થઈ રહી હોવાનું  જાણવા મળતા વિરોધ પક્ષના નગર સેવકો શાહીનબાનું કારીગર તેમજ મુસ્તુફા મલેકે લેખિતમાં વાંધો ઉઠાવતા ખબર પડી કે પાલિકા સત્તાધીશોને આની કોઈ જાણ જ નથી ! પરંતુ ત્યાર પછી પણ પાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારા ભાડવાતને બચાવતા હોય તેમ માત્ર રૂ,૫૦૦૦, ની પાવતી ફાડતા, ઉપરોક્ત નગર સેવકોએ ફરી થી લેખિત વાંધો ઉઠાવતા સમગ્ર મામલો ચર્ચાના એરણે ચઢ્યો છે ,આ બાબતે પ્રમુખ[પતી] બચાવ કરતાં કહે છે કે  કારોબારીમાં ઠરાવ કર્યા પ્રમાણે કાર્યવાહી કરી છે તો જાણકારોના મતે, આ બાબતે હરાજી કરાવી પડે બીજી તરફ માત્ર પાંચ હજાર જેવી મામૂલી રકમનો ઠરાવ પણ પાલિકાની તિજોરીને નુકશાન પહોચડે તેવો છે ,ઉમરેઠ થી માત્ર પાંચ કી.મી  દૂર પણસોરા ગ્રામ પંચાયત આવા કામ માટે રૂ,૩૫ હજાર ભાડું વસૂલે અને ઉમરેઠ નગર પાલિકા માત્ર પાંચ હજારનો ઠરાવ કરે તે વાત સીધી રીતે નગરજનોના ગળે ઊતરતી નથી, ત્યારે આ બાબતે કલેક્ટર કક્ષાએથી તપાસ થાય તો સત્ય હકીકત ઉજાગર થાય તેમ છે 

ચર્ચાની એરણે

 નગરપાલિકામાં નિર્ણય લેવાની સત્તા સામાન્યસભા ની હોય છે, તેને અમલ કરાવવાનું કામ વહીવટી વિભાગનું છે, તો પાલિકા પ્રમુખ [પતી] કોનો બચાવ કરી રહ્યા છે ? આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે
 

ઉપરોક્ત તલાવડી માં શિંગોડી પકવવા અંગે કેટલી અરજીઓ આવી તે પાલિકા જાહેર કરશે ? તેઓ પ્રશ્ન પણ પ્રજામાં ઉઠ્યો છે

 અંદર ની વાત એવી જાણવા મળી છે કે સભ્યો ને ખુશ રાખવા પ્રજાની મિલકતોની લાહણી કરાઇ રહી છે, બાવળના ગેરકાયદેસર વૃક્ષો કાપવાની જેમ આ બાબત પણ ખાનગી જ રહેત પરંતુ ભાગબટાઈમાં વાંધો પડતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો અને પોલ ખૂલતાં  પાલિકા પ્રમુખ [પતી]ને શરમાવાનો વખત આવ્યો હોવાની કાનકુશી ઠંડા હવામાનમાં ગરમ હવા ફેલાવી રહી છે

વોર્ડ નં-૨ ના કાઉન્સિલરો ના જણાવ્યાં મુજબ વગર પરમીશને  નગરપાલિકાની તલાવડીમાં શિંગોડી પકાવવામાં આવી રહી હતી,મામલો ઉઘાડો પડ્યો એટ્લે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે માત્ર પાંચ હજાર જેવી મામૂલી રકમ ની પાવતી ફાડવામાં આવે તો પાલિકા પ્રમુખ [પતી]  કોને ફાયદો કરાવી રહ્યા છે ?