IMG-20240305-WA0013

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોરસદ ખાતે નિગમના ગોડાઉનની  ઓચિંતી મુલાકાત લીધી

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોરસદ ખાતે નિગમના ગોડાઉનની  ઓચિંતી મુલાકાત લીધી

આણંદ

જળ સંપતિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ખેડા જિલ્લામાં માતર ખાતે પરીએજ ગામ ખાતેના કાર્યક્રમમાં પધાર્યા હતા. 

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી વડોદરા ખાતે જઈ રહ્યા હતા ત્યારે અચાનક બોરસદ ખાતે આવેલ અનાજના ગોડાઉનની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં મંત્રીશ્રીએ તુવેરદાળ, બાજરી અને ઘઉં વિગેરેની ગુણવત્તા ચેક કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ અનાજ ભરેલા કટ્ટાનું વજન પણ ચેક કર્યું હતું. 
મંત્રીશ્રીએ અચાનક નિગમના ગોડાઉનની મુલાકાત લીધા બાદ અનાજનો જથ્થો અને વજન અને ગુણવત્તા બાબતે બધું બરાબર જણાતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને મંત્રીશ્રીએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગોડાઉન ખાતેથી કરવામાં આવતી કામગીરીની જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ અને તેમની ટીમ સાથે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નિગમના ગોડાઉન ખાતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી હતી.
મંત્રીશ્રી ની ઓચિંતી મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી શ્રી બોરસદ, મામલતદાર શ્રી બોરસદ, ગોડાઉનના નાયબ જિલ્લા મેનેજર શ્રી હાજર રહ્યા હતા. 

****