IMG_20231115_085349

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
તા. 15 નવેમ્બર : 15 NOVEMBER 

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલનો આજે જન્મદિવસ 

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલનો અમદાવાદ ખાતે જન્મ (15-11-1994) તેમની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં લવની ભવાઈ, ચાલ જીવી લઈએ, મોન્ટુ ની બીટ્ટુ વગેરે છે 
તેમના માતા આરતી પટેલ અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે

* ઉલગુલાન કરી સૌના માટે પ્રેરણારૂપ બનેલ મહાન સ્વતંત્રતા સેનાની, ક્રાંતિસૂર્ય, ધરતીઆબા, પ્રકૃતિરક્ષક, સમાજસુધારક બિરસા મુંડાનો ઝારખંડ રાજ્યમાં જન્મ (1875)
જેમણે આજીવન દુઃખ, લડાઈ, સંગ્રામમાં ભાગ લીધો અને પોતાની આગવી ઓળખ થકી સૌને એક કર્યા, અંગ્રેજ સલ્તનત સામે લડાઇ લડ્યાં. જેમણે જળ, જમીન અને જંગલ તેમજ પ્રકૃતિનાં જતન માટે સતત સક્રિય રહી અમૂલ્ય યોગદાન આપ્યું
બિરસા જન્મે ઈસાઈ હતાં પણ પછી તેમણે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ સિંગ બોંગા એટલે કે સર્વશક્તિમાન દેવીમાતાને પૂજતાં હતાં
બિહાર રેજિમેન્ટનાં સૈનિકોનાં નારા તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે 

* ભૂદાન ચળવળનાં પ્રણેતા અને ગાંધીજીનાં આધ્યાત્મિક ઉત્તરાધિકારી આચાર્ય વિનોબા ભાવે (વિનાયક નરહરિ ભાવે)નું અવસાન (1982)
તેમનું ભૂદાન આંદોલન 18 એપ્રિલ, 1951નાં રોજ શરૂ થયું, તેમણે વર્ષો સુધી જમીનદારો પાસેથી જમીન મેળવીને ગરીબોને આપવાનું કામ કર્યું, સામાજિક પરિવર્તનની ભૂદાન તથા સર્વોદય જેવી ચળવળનો આરંભ કર્યો હતો
રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય આચાર્ય વિનોબા ભાવેનાં વ્યક્તિત્વ સાથે બે બાબત એક મૌન અને બીજી પદયાત્રા અવિભાજ્ય અંગની જેમ જોડાયેલી રહી
મરણોત્તર ‘ભારતરત્ન’થી સન્માનિત વિનોબા સમક્ષ કુખ્યાત ચંબલ ખીણમાંથી કેટલાક ડાકુઓ 1960માં આત્મસમર્પણ કર્યું હતું 

* પદ્મશ્રી, પદ્મ ભૂષણ, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્નથી સન્માનિત ભારતનાં ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો મુંબઈમાં જન્મ (1986)
તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2010માં લગ્ન કર્યા હતાં
તે પહેલાં ભારતીય મહિલા ખેલાડી છે જેમણે સિંગલમાં વુમન્સ ટેનિસ એસોસિએશનની રેન્કિંગમાં પહેલા 30 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું અને ડબલ્સમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું
ઓસ્ટ્રેલિયન ઓપન 2009માં મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવામાં સફળતા મેળવી

* ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવનાર શિક્ષણવિદ્ અને "મૂછાળી મા"નાં હૂલામણાં નામથી જાણીતાં ગિજુભાઈ બધેકાનો અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં જન્મ (1885)
ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે 
બાળકનાં નાના દેહમાં મને એક મહાન આત્માનાં મહાન દર્શન થાય છે. જ્યાં-જ્યાં બાળક છે ત્યાં-ત્યાં સુવર્ણયુગ છે. ઇશ્વરની સૃષ્ટિમાં બાળકને એક અદભૂત નિર્દોષ સર્જનનાં વિકાસનાં ક્રમને ઓળખીને તેને અનૂકુળતા કરી આપીએ. બાળક એક પુસ્તક છે, શિક્ષકને તેનું પાને પાનું વાંચતાં આવડવું જોઇએ. -- ગિજુભાઈ બધેકા

* ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડોમાંના એક. કાશ્મીરમાં શહીદ થયેલા કોર્પોરલ જ્યોતિ પ્રકાશ નિરાલાનો બિહારના રોહતાસ જિલ્લામાં જન્મ (1986)
જ્યોતિ પ્રકાશ નિરાલાને 26 જાન્યુઆરી, 2018 ના રોજ 'પ્રજાસત્તાક દિવસ'ના અવસર પર મરણોત્તર 'અશોક ચક્ર' એનાયત કરવામાં આવ્યો
જ્યોતિ પ્રકાશ નિરાલા 18 નવેમ્બર 2017ના રોજ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા એ એન્કાઉન્ટર દરમિયાન ગોળીબારમાં જ્યોતિ પ્રકાશ નિરાલા શહીદ થયા હતા

* નવી દિલ્હીના બિરલા હાઉસમાં બહુવિધ ધર્મની પ્રાર્થના સભામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં મહાત્મા ગાંધીને (30 જાન્યુઆરી 1948એ) છાતીમાં ત્રણ વખત ગોળી મારી હત્યા કરનાર નાથુરામ ગોડસે (રામચંદ્ર વિનાયક ગોડસે)ને અંબાલાની સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ (1949) 

* ગુજરાતી સાહિત્યનાં નવલકથાકાર અને વાર્તાકાર રાવજી છોટાલાલ પટેલનો ખેડા જિલ્લાનાં ડાકોર પાસેનાં વલ્લભપુરા ગામે જન્મ (1939)
ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં તેમનાં ગીત ‘મારી આંખે કંકુનાં સુરજ આથમ્યા’નો સમાવેશ થયો હતો, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે

* સમાજ સુધારક, વકીલ, અને લેખક કોર્નેલિયા સોરાબજીનો મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં દેઓલાલી ગામમાં જન્મ (1866)
તેઓ બૉમ્બે યુનિવર્સિટીની પ્રથમ મહિલા સ્નાતક, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારા પ્રથમ મહિલા અને ભારતની પ્રથમ મહિલા એડવોકેટ માનવામાં આવે છે

* થિયોસોફિકલ સોસાયટી અદ્યારના પ્રમુખ (1980થી 2013) રહેલ રાધા બર્નિયરનો જન્મ (1923)

* ભારતના નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપનાર IPS અધિકારી અશ્વની કુમારનો જન્મ (1950) 

* હિન્દી ફિલ્મોમાં રજનીગંધા, છોટી સી બાત અને પતિ પત્ની ઔર વો માટે જાણીતી અભિનેત્રી વિદ્યા સિંહાનો જન્મ (1947) 

* હિન્દી અને પંજાબી ફિલ્મોના ગાયિકા જસપિંદર નરૂલાનો જન્મદિવસ (1970)

* ભારતીય નાટ્યકાર, સાહિત્યકાર અને પત્રકાર બિધાયક ભટ્ટાચાર્યનું અવસાન (1986)

* ભારતીય આંકડાશાસ્ત્રી વસંત શંકર હુઝુરબઝારનું અવસાન (1991)

* વિટામીન ‘ડી’નાં શોધક એલ્મર વેર્નર મેકકોલમનું અવસાન (1967)

* UAE સ્થિત ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ (લુલુ ગ્રુપ) યુસુફ અલીનો કેરળ રાજ્યમાં જન્મ (1955) 

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરનો લુઘીયાણા ખાતે જન્મ (1982)

* વિશ્વના સર્વશ્રેષ્ઠ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું (1989)
તે ટેસ્ટમાં પદાર્પણ કરનાર ત્રીજા સૌથી યુવા ખેલાડી (16 વર્ષ અને 205 દિવસની ઉંમરે) બન્યા તેમની પ્રથમ મેચ કરાચીમાં પાકિસ્તાન સામે હતી, જે મેચમાં માત્ર 15 રન બનાવ્યા છતાં, તેંડુલકર સર્વકાલીન મહાન બેટ્સમેન બન્યા 
તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં કુલ 34,357 રન બનાવ્યા, 100 આંતરરાષ્ટ્રીય સદી પણ બનાવી અને ODI અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા