IMG-20230429-WA0019

તારાપુર તાલુકાના આયોજન મંડળનાં કામોની ૧૦૦% વહીવટી મંજુરી અપાઈ

તારાપુર તાલુકાના આયોજન મંડળનાં કામોની ૧૦૦% વહીવટી મંજુરી અપાઈ


આણંદ, 
 તારાપુર તાલુકા પંચાયત ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવી અને ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તારાપુર તાલુકાના આયોજન મંડળના કામોની ૧૦૦% વહીવટી મંજૂરી અને કામના વર્ક ઓડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્યશ્રીએ વિકાસલક્ષી કામો ઝડપથી પૂર્ણ થાય, કામની ગુણવત્તા જળવાય તેમજ ગટર લાઈન, શાળા વિકાસના કામો અને આરોગ્યના કામો ઉપરાંત પીવાના પાણીની સુવિધાને પ્રાથમિકતા આપીને કામો મંજૂર કરવા સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સરપંચોને કામની ગુણવત્તાની સાથે કામ સમયસર પૂર્ણ થાય તેમજ આ કામનો લાભ વહેલી તકે પ્રજાજનોને મળી રહે તે રીતે કામ પુર્ણ કરવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે આણંદ જિલ્લા આયોજન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, "વન-ડે વન તાલુકા" અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ ની ૧૫% વિવેકાધિન જોગવાઇની ૧૦૦% વહિવટી મંજુરી આપવા આવી છે. તારાપુર તાલુકા પંચાયત કચેરી દ્વારા વહિવટી મંજુરીના આધારે વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં એક વર્ષ દરમિયાન ચાલતી વહીવટી પ્રક્રિયાનો અંત લાવીને માત્ર એક જ દિવસમાં ૧૦૦% વહીવટી આપવાની કામગીરી જિલ્લા આયોજન કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી, મામલતદારશ્રી પ્રીતિ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જી.એમ.બોરાડ સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ, અગ્રણીશ્રીઓ, એ.ટી.વી.ટી.ના બિનસરકારી સભ્યશ્રીઓ, ૪૨ ગામોના સરપંચશ્રીઓ, વહીવટદારો, તેમજ તલાટી-કમ-મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
********