IMG-20240422-WA0030

આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં

આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ

૧૬- આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં
 

ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરાઈ


આણંદ ટુડે | આણંદ,
૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૬- આણંદ લોકસભા બેઠક માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહયાં હતા.  

નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી જંગમાં ૦૭ ઉમેદવારો રહ્યા છે. આ ૦૭ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૬–આણંદ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટરશ્રી, આણંદ દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ ઉપસ્થિત ઉમેદવારોના પ્રતિનિધિઓને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.

આણંદ લોકસભા મત વિસ્તારની ચૂંટણીમાં કુલ ૦૭ હરિફ ઉમેદવારોની આખરી યાદી તથા તેમને ફાળવવામાં આવેલ પ્રતિકની યાદી જોઈએ તો.... 

(૧). અમિત ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) – હાથ
(૨). મિતેષ પટેલ (બકાભાઈ) (ભારતીય જનતા પાર્ટી) – કમળ
(૩). સુરેશભાઈ ધુળાભાઈ પટેલ (બહુજન સમાજ પાર્ટી) – હાથી 
(૪). ધીરજકુમાર ક્ષત્રિય (ગરીબ કલ્યાણ પાર્ટી) – શેરડી-ખેડૂત
(૫). ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈ (રાઇટ ટુ રીકોલ પાર્ટી) – પ્રેસર કૂકર
(૬). કેયુરભાઈ પ્રવિણભાઈ પટેલ (બકાભાઈ) (અપક્ષ) – સફરજન
(૭). ભોઈ આશિષકુમાર ઠાકોરભાઈ (અપક્ષ) – ગેસ સિલિન્ડર

****