90446288

ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 5 જૂન : 5 June 
તારીખ તવારીખ 
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ 

યોગી આદિત્યનાથની છબી હિન્દુવાદી નેતા તરીકેની છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ભાજપના સાંસદ છે. યોગીનું મુળ નામ અજય સિંહ નેગી છે.યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના એક નાના ગામમાં થયો હતો. તેમણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે.
યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. રાજકીય દૃષ્ટિકોણથી તેમની કાર્યભૂમિ ગોરખપુર જ રહી છે. 1998 થી 2017 સુધી તેઓ સતત 5 વખત ગોરખપુરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારક હતા. ભાજપને પ્રચંડ બહુમતી મળ્યા બાદ તેમણે 19 માર્ચ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ રાજધાની લખનૌમાં 5 કાલિદાસ માર્ગ પર રહે છે.2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે લોકસભાની બેઠક છોડી દેવી પડી હતી. પરંતુ તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાને બદલે તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે વિધાન પરિષદ (MLC)ના સભ્ય બન્યા હતા. તેઓ ગોરખનાથ મઠના મહંત છે, જે હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળોમાંના એક છે. સપ્ટેમ્બર 2014માં તેમના આધ્યાત્મિક પિતા મહંત અવૈદ્યનાથના મૃત્યુ પછી, તેમને ગોરખનાથ મઠના મહંત બનાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન 'હિંદુ યુવા વાહિની'ના સ્થાપક પણ છે.

*આજે વિશ્વ પર્યાવરણ દિવસ  

* જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન (1945-1947) રહેલ રામચંદ્ર કાકનો જન્મ (1893)
તે આ પદ સાંભળનારા ગણતરીના કાશ્મીરી પંડિતો પૈકીના એક છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) અંબર રોયનો કોલકાતા ખાતે જન્મ (1945)

* ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત ભારતના કુસ્તીબાજ અને કુસ્તીના કોચ હરિશ્ચંદ્ર બિરાજદારનો મહારાષ્ટ્રના લાતુરમાં જન્મ (1950)

* ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની પ્રણાલીની સ્થાપનામાં અગ્રણી સતીશચંદ્ર મુખર્જીનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1865)

* બોલિવૂડ ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટનો મુંબઈમાં જન્મ (1952)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રાઝ, સડક, મર્ડર વગેરે છે 

* બૉલીવુડ ફિલ્મ સંગીતકાર વિજુ શાહ (વિજય કલ્યાણજી શાહ)નો જન્મ (1959)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં મોહરા, વિશ્વાતમા, ગુપ્ત, તેરે મેરે સપને, રાવણરાજ, બડે મિયાં છોટે મિયાં વગેરે છે

* બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફના પત્ની અને સુપરસ્ટાર અભિનેતા ટાઇગર શ્રોફના માતા અને અભિનેત્રી આયેશા શ્રોફ (દત્ત)નો જન્મ (1960)

* ભારતીય ફિલ્મ અભિનેત્રી રંભા (વિજયાલક્ષ્મી યેદી) નો વિજયવાડા ખાતે જન્મ (1976)

* હિન્દી ટેલિવિઝન અભિનેતા રાજીવ પોલનો જન્મ (1970)