f1b01844707c0ea8

વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર (2018 અને 2019માં) અમેરિકન અભિનેત્રી સ્કારલેટ જોહાન્સનનો આજે જન્મદિવસ (1984)

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે : તા. 22 નવેમ્બર

Today : 22 NOVEMBER


વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર (2018 અને 2019માં) અમેરિકન અભિનેત્રી સ્કારલેટ જોહાન્સનનો જન્મ (1984) 
તેણી ફોર્બ્સની સેલિબ્રિટી 100 યાદીમાં ઘણી વખત દર્શાવવામાં આવી છે અને ટાઇમ મેગેઝિને તેણીને 2021માં વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું

* ભારતીય સ્વતંત્રતા ચળવળના બ્રિટિશ સમર્થક મીરાબહેન (મેડેલીન સ્લેડ)નો ઈંગ્લેન્ડમાં જન્મ (1892)
જેમણે 1920માં મહાત્મા ગાંધી સાથે રહેવા અને કામ કરવા માટે ઈંગ્લેન્ડમાં પોતાનું ઘર છોડી દીધું અને પોતાનું જીવન માનવ વિકાસ અને ગાંધીના સિદ્ધાંતોની પ્રગતિ માટે સમર્પિત કર્યું

* ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને અગિયાર ફિલ્મફેર પુરસ્કારોથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક અને સંપાદક રાજકુમાર હિરાણીનો જન્મ (1962) 
હિરાણી દ્વારા નિર્દેશિત તમામ પાંચ ફિલ્મો, મુન્નાભાઈ M.B.B.S. (2003), લગે રહો મુન્નાભાઈ (2006), 3 ઈડિયટ્સ (2009), પીકે (2014) અને સંજુ (2018) સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ભારતીય ફિલ્મોમાં સામેલ છે 

* સમાજવાદી પાર્ટીના સ્થાપક-આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તથા લોકોમાં 'નેતાજી' તરીકે ઓળખાયેલ મુલાયમ સિંહ યાદવનો ઉત્તર પ્રદેશના ઈટાવામાં જન્મ (1939) 
મુલાયમસિંહ 1989 થી 1991, 1993 થી 1995 અને 2003 થી 2007 સુધી ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ પણ શણગાર્યું છે

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા કાર્તિક આર્યનનો ગવાલીયર ખાતે જન્મ (1990)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં પ્યાર કા પંચનામા 2 (2015), સોનુ કે ટીટુ કી સ્વીટી (2018), લુકા ચુપ્પી અને પતિ પટની ઔર વો (2019), ભૂલ ભુલૈયા 2 (2022) વગેરે છે

* પાકિસ્તાની ક્રિકેટર (57 ટેસ્ટ અને 10 વનડે રમનાર), કેપ્ટન અને ક્રિકેટ કોચ રહેલ મુશ્તાક મોહમ્મદનો ભારતમાં જૂનાગઢ ખાતે જન્મ (1943) 
તેઓ જમણા હાથના બેટ્સમેન અને લેગ-સ્પિનર તરીકે સૌથી સફળ પાકિસ્તાની ઓલરાઉન્ડરોમાંના એક છે અને 19 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ પણ કરી 

* જહાજોના ઉત્પાદન માટે વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી સ્થાપનાર તથા દેશને ઉદ્યોગોના સ્તરે અપગ્રેડ કરવામાં અને વિદેશીઓનો સામનો કરવામાં અગ્રેસર ભારતીય ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદનો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં જન્મ (1882)

* ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન (1977-79), શિક્ષક અને વકીલ રામ નરેશ યાદવનું લખનૌ ખાતે અવસાન (2016)
તેઓ આઝમગઢ લોકસભા બેઠક જીતીને છઠ્ઠી લોકસભાના સભ્ય બન્યા હતા

* નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી સિનેમામાં નૃત્ય કોરિયોગ્રાફર સરોજ ખાનનો મુંબઈમાં જન્મ (1948) 
તે ડાન્સ ફોર્મ મુજરા અને બોલીવુડમાં પ્રથમ મહિલા કોરિયોગ્રાફર માટે જાણીતા રહ્યા અને 
40 વર્ષથી વધુની કારકિર્દી સાથે, તેણીએ 3000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા

* ગ્રામીણ ભારતના પ્રતિનિધિ સર્જક તથા હિન્દી અને ભોજપુરી ભાષાઓના સાહિત્યકાર વિવેકી રાય (‘કવિજી’)નું અવસાન (2016)

* મહિલા સૈનિક અને 1857ના ભારતીય બળવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઝલકારીબાઈનો જન્મ (1830)  

* ભારતીય ચિકિત્સક અને નારીવાદી રૂખમાબાઈનો જન્મ (1864)

* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ગાયક, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને તમિલ સામયિક કલ્કીના કલ્કી કૃષ્ણમૂર્તિ સાથે સ્થાપકોમાંના એક થિયાગરાજન સદાશિવમનું અવસાન (1997)

* નાગિન અને નિગાહે જેવી યાદગાર ફિલ્મો બનાવનાર હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક હરમેશ મલ્હોત્રાનું મુંબઈમાં અવસાન (2005)

* ધૂમ શ્રેણીની પ્રથમ બે ફિલ્મોના લેખક અને ફિલ્મ દિગ્દર્શક સંજય ગઢવીનો જન્મ (1965)

* બોલિવૂડ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનેતા અને મોડલ રવીશ દેસાઈનો જન્મ (1986) 

* બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી ત્રિધા ચૌધરીનો જન્મ (1993)

* હિન્દી ફિલ્મ દિગ્દર્શક, અભિનેતા, લેખક અને નિર્માતા કિશોર સાહુનો જન્મ (1915)