IMG_20240229_215008

વિશ્વપ્રસિદ્ધ પોપ સિંગર જસ્ટિન બિબર નો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 1 માર્ચ : 1 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

વિશ્વપ્રસિદ્ધ પોપ સિંગર જસ્ટિન બિબર નો આજે જન્મદિવસ

વિશ્વભરમાં લોકપ્રિય પૉપ ગાયક જસ્ટિન બીબરનો કેનેડામાં જન્મ ( 1-3-1994) 
જસ્ટિન બીબર એક કેનેડિયન પોપ ગાયક છે. તેમનું પહેલુ ગીત ‘વન ટાઇમ’ 2009માં રિલીઝ થયુ અને તે કેનેડાના ટોપ 10 ગીતોમાં સામેલ થયું હતું. તે મનો પહેલો આલબમ માયવર્લ્ડ, નવેમ્બર 2009માં રિલીઝ થયો હતો. તે પહેલો એવો કલાકાર છે, જેના બધા ગીતો બિલબોર્ડ હોટ 100ની યાદીમાં સામેલ હતા.

* ભારતના ઉદ્યોગપતિ આર. પી. ગોયન્કા નો કોલકાતા ખાતે જન્મ (1930)

* ભારતમાં લાઈબ્રેરી સ્થાપના માટે મુવમેન્ટ ચલાવનાર શિક્ષક પી. એન. પાણીકરનો જન્મ (1909)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી, જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચાર વખત બિહારના મુખ્યમંત્રી બનેલ નીતિશકુમારનો જન્મ (1954)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ, 398 વન ડે અને 99 ટી -20 રમનાર) ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી નો જન્મ (1980)

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 20 વન ડે રમનાર) સલિલ અંકોલાનો મહારાષ્ટ્ર ના સોલાપુર ખાતે જન્મ (1968)
સલિલનો ટેસ્ટ પ્રવેશ તા. 15 નવેમ્બર 1989 એ થયો એ જ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચ સચીન તેંડુલકરની પણ પ્રથમ ટેસ્ટ મેચ છે, પણ સલિલ અંકોલા માટે આ કારકિર્દીની અંતિમ ટેસ્ટ પણ બની ગઈ છે

* પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહેલા (2000-2011) બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો કોલકાતા ખાતે જન્મ (1944)

* તામિલનાડુ ના ૮મા મુખ્યમંત્રી 2021) અને ડીએમકે નેતા એમ. કે. સ્ટાલિન નો જન્મ (1953)

* મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા (1977-78 અને 1983-85 દરમિયાન) વસંતદાદા પાટીલનું મુંબઈ ખાતે અવસાન (1989)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક લેખક અને રિલાયન્સ એન્ટરટેન્મેન્ટના સ્થાપક અમિત ખન્નાનો દિલ્હી ખાતે જન્મ (1951)

* બોલિવૂડ ફિલ્મોના ખૂબ સફળ નિર્માતા - દિગ્દર્શક મનમોહન દેસાઈનું ગેલેરીમાંથી પડી જતાં મુંબઈ ખાતે અવસાન (1994)
તેમની યાદગાર ફિલ્મોમાં તૂફાન, ગંગા જમના સરસ્વતી, મર્દ, કુલી, દેશ પ્રેમી, નસીબ, સુહાગ, અમર અકબર એન્થની, ધરમ વીર, પરવરીશ, સચ્ચા જુઠા, બ્લફ માસ્ટર વગેરે છે 
ગુજરાતી પિતા કિકુભાઈ દેસાઈ ફિલ્મ નિર્માતા અને આજના ફિલ્માલયા (અને તે સમયનું નામ પેરેમાઉન્ટ) સ્ટુડિયોના (1931-1941) માલીક હતા.

* કથક ડાન્સર અને હિન્દી તથા મરાઠી ફિલ્મોના અભિનેત્રી અર્ચના જોગલેકરનો મુંબઈ ખાતે જન્મ (1965)

* હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મોના ગાયક એન. સી. કરુન્યા નો હૈદરાબાદ ખાતે જન્મ (1986)

* ભારતની પ્રથમ સુપરફાસ્ટ ટ્રેન રાજધાની એક્સપ્રેસ દિલ્હી અને કોલકાતા વચ્ચે શરૂ થઈ (1966)
*
* યુએઈની ક્રિકેટ ટીમે વન ડે ઈતિહાસમાં પ્રથમ જીત મેળવી (1996)
તેમણે નેધરલેન્ડ સામે 7 વિકેટથી જીત મેળવી હતી 
તેમના શારજહાંના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌથી વધુ મેચ યોજાવાનો રેકોર્ડ નોંધાયેલ છે, જ્યારે અન્ય ગ્રાઉન્ડ પર 150 જેટલી મેચ રમાઇ ન હતી ત્યારે આ મેદાનમાં 216 વન ડે મેચ રમાઈ ગઈ હતી. 

* અમેરિકાએ હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું (1954)

* બ્રિટનના ચલણ પાઉન્ડ અને શિલિંગમાં પરિવર્તન કરી 1 પાઉન્ડ બરાબર 100 પેંસ નક્કી કરવામાં આવ્યા, જે અગાઉ એક પાઉન્ડ બરાબર 20 શિલિંગ હતા અને એક શિલિંગ બરાબર 12 પેંસ હતા (1969)

* 1 બિલિયન ડોલરની આવકને પાર કરનાર 'ટાઈટનિક' પ્રથમ ફિલ્મ બની (1998)

>>>> માણસ દેખાવડો ના હોય તો મળતાવડો હોઇ શકે. આપણું ગળું મીઠાશ ના ધરાવતું હોય તો પણ આપણે કદાચ સારા ગીતો લખી શકતા હોઈએ. આપણે વર્લ્ડ કલાસ ક્રિકેટર ના બની શકીએ પણ નાની કક્ષાની સ્પર્ધામાં નામ કાઢીને પણ ઘણા બધા લોકોનું મનોરંજન કરી શકીએ. સામાન્ય રીતે આપણે સહુ એવું માનીએ છીએ કે માણસને સુંદર દેખાવ સુખ સગવડો કે પ્રસિધ્ધિ ગમતાં હોય છે. ઘણા માણસો ખુમારીથી કહે છે એમ "હમ કાલે હૈ તો કયા.. દિલવાલેં હૈ!"..કહેવાય છે કે માણસનું સાચું સૌંદર્ય એના આત્મામાં છુપાયેલું હોય છે. કોઇની સાથે આત્મીય બનીને વાત કરીએ ત્યારે જ એની છુપી સુંદરતા પ્રગટતી હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)