આજ થી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ
આજ કલ ઓર આજ
તા. 1 ઓગસ્ટ : 1 AUGUST
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
આજ થી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ
દર વર્ષે તા.1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે
સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરના બાળકોનાં સ્વાસ્થ્યને સુધારવા માટે હવે યુનિસેફ, WHO અને વ્યક્તિઓ, સંગઠનો અને સરકારો સહિતનાં તેમના ભાગીદારો દ્વારા 120થી વધુ દેશોમાં મનાવવામાં આવે છે
WHO બાળકને 6 મહિનાના થાય ત્યાં સુધી જન્મ પછીનાં એક કલાકની અંદર પ્રારંભિક વિશિષ્ટ સ્તનપાનની ભલામણ કરે છે. પછી 2 વર્ષ સુધી અથવા તેનાથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખતા સમયે પોષક પૂરક ખોરાક ઉમેરવા જોઈએ. માતાનું દૂધ જ શિશુ માટે સર્વોત્તમ દૂધ હોય છે
* હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી તાપસી પન્નુનો નવી દિલ્હી ખાતે જન્મ (1987)
તેની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં ચસ્મે બદૂર, બેબી, પિન્ક, ધ ગાઝી એટેક, જુડવા 2, મનમરઝિયા, બદલા, મિશન મંગલ, સાંઢ કી આંખ, થપ્પડ, શાબ્બાસ મીઠુ વગેરે છે
* ભારતના વિભાજનના વિરોધ માટે તેમજ હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો મેળવવાના તેમના પ્રયત્નો માટે યાદ કરવામાં આવતા યુપીના ગાંધી તરીકે જાણીતા અને ભરતરત્નથી સન્માનિત સ્વતંત્રતા સેનાની પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ (1882)
*
* પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતમાં કલા સંસ્કારનું બીજારોપણ કરનાર કલાગુરુ રવિશંકર રાવળનો ભાવનગરમાં રાવસાહેબ મહાશંકરને ત્યાં જન્મ (1892)
ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિધાર્થી તરીકેનો ‘મેયો’ ચંદ્રક મેળવ્યો, બીજે જ વર્ષે બોમ્બે આર્ટ સોસાયટીનાં પ્રદર્શનમાં તેમનાં ‘બીલ્વમંગલ’ નામના શ્રેષ્ઠ ચિત્ર માટે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો, તેઓ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક રહ્યાં
‘ગુજરાત કલાસંઘ’ની સ્થાપના કરી અને તેનાં માધ્યમથી તેમની નિશ્રામાં તૈયાર થયેલ કલાકારોએ રાષ્ટ્રભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ‘અજંતાનાં કલામંડપો’, ‘કલાકારની સંસ્કારયાત્રા’, ‘કલાસોપાન’, ‘કલા ચિંતન’, ‘કલાકારની કલમે’, ‘કલાકારની કલમે’, ‘મૈં દીઠા નવા માનવી’ વગેરે તેમનાં મહત્વપૂર્ણ ગ્રંથો છે
હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ઈ.સ.1924માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન કર્યુ હતું. તેમણે ‘કુમાર’ માસિક દ્વારા દાયકાઓ સુધી વાચકને રસથી તરબોળ કર્યા હતાં
* 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ.’ તેવો મંત્ર આપી સ્વરાજની માંગણી કરનાર પ્રથમ નેતા લોકમાન્ય ટિળક તરીકે પ્રસિધ્ધ થયેલાં બાળ ગંગાધર ટિળક (કેશવ ગંગાધર શાસ્ત્રી)નું અવસાન (1920)
તેમણે ‘ગણેશચતુર્થી’ અને ‘શિવાજીજયંતી’ ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું હતું
બાળગંગાધર ટિળકે પૂનામાં ‘ઈન્ડિયન હોમરૂલ લીગ’ની સ્થાપના કરી અને ‘હોમરૂલ ચળવળ’માં તેમણે સક્રિય ભૂમિકા ભજવતા ટિળકને ‘લોકમાન્ય’ તરીકે બિરદાવવામાં આવ્યાં હતાં
* ભારતીય ક્રિકેટર (16 ટેસ્ટ અને 19 વનડે રમનાર) અને કોમેન્ટેટર અરુણ લાલનો ઉત્તરપ્રદેશના મુરદાબાદ ખાતે જન્મ (1955)
*
* નારુ દા તરીકે પણ ઓળખાતા ભાજપના પશ્ચિમ બંગાળ એકમના 9મા અધ્યક્ષ, લોકસભામાં મેદિનીપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય તરીકે સેવા આપી રહેલ દિલીપ ઘોષનો જન્મ (1964)
*
* હાઈડ્રોજન અને ઓક્સિજનનાં સંયોજનનાં પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલની શોધ કરી સેલ તેમજ બેટરી વડે વીજળી મેળવવાનાં સાધનોની શોધનો પાયો નાખનાર વિલિયમ રોબર્ટ ગ્રોવનું ઇંગ્લેન્ડમાં અવસાન (1896)
વીજળીનાં બલ્બની શોધ ગ્રોવે કરેલી, પરંતુ તેનો બલ્બ ક્ષણવાર માટે જ ઝબકતો તે બલ્બમાં ફેરફાર કરીને આલ્વા એડિસને લાંબા સમય ચાલે તેવાં બલ્બની શોધ કરેલી
પછી તેમણે વિજ્ઞાન છોડીને વકીલનાં વ્યવસાયમાં જોડાઈ પ્રતિષ્ઠિત ન્યાયાધીશ બનેલાં
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) યજુવિન્દ્ર સિંગનો રાજકોટ ખાતે જન્મ (1952)
*
* NMC હેલ્થ, નિયોફાર્મા, BRS વેન્ચર્સ અને ફિનાબ્લર સહિત UAE સ્થિત અસંખ્ય કંપનીઓના સ્થાપક ભારતીય મૂળના ઉદ્યોગપતિ બી.આર. શેટ્ટી (બાવાગુથુ રઘુરામ શેટ્ટી)નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1942)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ રમનાર) મોહમ્મદ નિસારનો પંજાબના હોશિયારપુર ખાતે જન્મ (1910)
*
* સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની કમલા નહેરુનો દિલ્હી ખાતે જન્મ (1899)
*
* હિન્દી સિનેમાના ઐતિહાસિક રીતે અનુપમ અભિનેત્રી તરીકે વર્ણવવામાં આવતા ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી અને કવિયત્રી મીના કુમારી (મેહજબીન બાનો)નો મુંબઈમાં જન્મ (1933)
તેમની યાદગાર ફિલ્મોમાં પાકીઝા, બૈજુ બાવરા, પરણીતા, સાહેબ બીવી ઔર ગુલામ, કાજલ, ફૂલ ઔર પથ્થર, દિલ એક મંદિર, આઝાદ, ચિરાગ કહા રોશની કહા, શારદા વગેરે છે
તેઓએ 13 વર્ષ સુધી, 12 વખત શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું નામાંકન મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો
તેમની પાકીઝા ફિલ્મ 4 ફેબ્રુઆરી 1972 એ રજૂ થઇ અને 31 માર્ચ 1972 એ તેમનું અવસાન થયું
* હિન્દી સિનેમામાં અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક ભગવાન દાદા (ભગવાન આબાજી પાલવ)નો મહારાષ્ટ્રના અમરાવતી ખાતે જન્મ (1913)
*
* હિન્દી અને મરાઠી ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરનો નાગપુર ખાતે જન્મ (1992)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેતા અને મોડલ અમર ઉપાધ્યાયનો અમદાવાદમાં જન્મ (1976)
જે સ્ટાર પ્લસ પર 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકા માટે જાણીતા છે અને બિગ બોસ 2011માં સ્પર્ધક હતા
* હિન્દી ટીવી, થિયેટરમાં અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી ઇરા દુબેનો દિલ્હી ખાતે જન્મ (1984)
>>>> "સત્યા" નામની ગેંગસ્ટર ફિલ્મમાં, મનોજ બાજપાઈ મુંબઈના દરિયા કિનારે ઉભો રહીને બુમ પાડે છે, "મુંબઈ કા કિંગ કૌન?...ભીખુ મહાત્રે."
ધારો કે ભીખુ મહાત્રે જંગલમાં રહેતો હોય અને તેની આસપાસ એક પણ વ્યક્તિ ન હોય તો, તે પૂછશે કે "જંગલ કા કિંગ કૌન?"
"હું કોણ છું?" અથવા "હું શું છું" તે એટલા માટે મહત્વનું બની જાય છે કારણ કે મને જોવાવાળું, સમજવાવાળું, કદર કરવાવાળું કોઈક મારી આજુબાજુમાં છે. સાદી રીતે કહેવું હોય તો, ગાંડા ન થઈ જવાય એટલા માટે આપણે મથામણો કરતા રહીએ છીએ.
સંકલન : વિજય એમ. ઠક્કર