611e27fba5202cb2322998e25eab4404_original

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન નો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 3 ફેબ્રુઆરી : 3 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલિવૂડ અભિનેત્રી વહિદા રહેમાનનો આજે જન્મદિવસ

પદ્મ ભૂષણ, પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ અભિનેત્રી વહિદા રહેમાનનો જન્મ (1936)
તેમની યાદગાર મુખ્ય ફિલ્મોમાં પ્યાસા, કાગઝ કે ફૂલ, ગાઈડ, નીલ કમલ વગેરે છે 

* ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર (2013-16) રઘુરામ રાજનનો ભોપાલ ખાતે જન્મ (1963)

* સાહિત્ય અકાદમી એવોર્ડ દ્વારા સન્માનિત ગુજરાતી કવિ ચંદ્રકાન્ત શેઠનો કલોલ ખાતે જન્મ (1938)

* ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટ ખેલાડી (48 ટેસ્ટ અને 96 વન ડે) અને કોમેન્ટેટર ડેની મોરિસનનો જન્મ (1966)
પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચ તે ભારત સામે (વર્લ્ડ કપ - 1987 માટે) રમ્યા હતા
તેમણે ભારત સામે રમતા (25-3-1994એ) હેટ્રિક નોંધાવતા તે ભારત સામે હેટ્રિક લેનાર પ્રથમ ન્યૂઝીલેન્ડ ખેલાડી બન્યા અને ત્રણેય વિકેટ ક્લિન બોલ્ડ કરી લેવાનો રેકોર્ડ બનાવનાર વિશ્ચના ત્રીજા ખેલાડી હતા
તેઓ વિશ્ચના ટોપ ટેન ખેલાડીઓમાં સામેલ છે જે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વખત (48 ટેસ્ટમાં 24 વખત) શુન્ય રન સાથે આઉટ થયા હોય 

* ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચમાં ભારતે 445 રનનો ઐતિહાસિક સ્કોર નોંધાવ્યો છતાં 493નો ટાર્ગેટ સિદ્ધ ન થતાં પરાજય થયો (1978)
આ મેચમાં કોઈ ભારતીય ખેલાડી સદી નોંધાવી શક્યા ન હતા 

* બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શિકા, લેખિકા અને અભિનેત્રી દીપ્તિ નવલનો અમૃતસર ખાતે જન્મ (1957)
તેઓ અમેરિકન નાગરિકતા ધરાવે છે 
તેમનું લગ્નજીવન નિર્માતા દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે 1985-2002 દરમિયાન રહ્યું 
તેમની યાદગાર મુખ્ય ફિલ્મોમાં ચશ્મે બદ્દુર, અંગુર, કથા, મોહન જોશી હાજીર હો વગેરે છે 

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી બોબ સિમ્પસન (62 ટેસ્ટ અને 2 વન ડે) નો જન્મ (1936)
તેમણે દેશની આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન અને કોચ તરીકે સેવાઓ આપી છે 
કોઈ ટેસ્ટ ખેલાડી માટે સદી નોંધાવવામાં ખૂબ લાંબો સમય લાગ્યાનો ઈતિહાસ આ ખેલાડી સાથે નોંધાયો છે અને તેમણે પહેલી સદી 51 ઈનિંગ રમ્યા બાદ ફટકારી હતી 
તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ (1968) ભારત સામે હતી

* "ગુજરાતના કોકિલા" (નાઈટિંગેલ ઓફ ગુજરાત) તરીકે ઓળખાયેલ ગાયિકા કૌમુદી મુનશીનો વારાણસી ખાતે જન્મ (1929)
તેમના લગ્ન સંગીતકાર નિનુ મજમુદાર સાથે થયા હતાં 

* ભારતમાં સ્વતંત્રતા આંદોલન તીવ્ર બનતા ગભરાયેલી અંગ્રેજ સલ્તનતે સ્વતંત્રતાની માંગણી પર વિચારણા કરવાં અને તેનો અભ્યાસ કરવા સાયમન કમિશનની રચના કરી અને તે સાયમન કમિશન આજના દિવસે ભારતમાં આવ્યું (1928)